________________
૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28
આપણે અહીં તો શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રપીઠની વાત ચાલે છે, તો જેમ શ્રી મેરૂની વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મંદરગિરિની સમ્યગ્દર્શન રૂપ વજ્રમય પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; આથી શ્રીસંઘરૂપ મેરૂમાં પોતાનું સ્થાન રાખવાની ઇચ્છાવાળાએ પોતાના સમ્યગ્દર્શનને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ બનાવવું જોઈએ; પણ જ્યાં મૂળ વસ્તુ જ ન હોય, ત્યાં દૃઢ, રૂઢ, ગાઢ કે અવગાઢ કરવાનું હોય જ ક્યાંથી ? માટે પ્રભુપ્રણીત તત્ત્વાર્થમાં અવિપરીત શ્રદ્ધા કેળવી સમ્યગદર્શનના સ્વામી બનવું જોઈએ અને પછી તેમાં શંકાદિ દોષોનો પ્રવેશ ન થાય એની કાળજી રાખીને પામેલા સમ્યગ્દર્શનને દઢ બનાવવું જોઈએ. એ રીતે જેણે, પોતાના સમ્યગ્દર્શનને દૃઢ બનાવ્યું હોય તેવો દૃઢ સમ્યગ્દષ્ટ, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રના નાશની વાતને કઈ રીતે સાંભળે ? કયા કાને સાંભળે ?
351
૩૫૧
સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રનો નાશ સાંભળતાં જેને કંપારી ન થાય, તે વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યજ્ઞાન તથા સમ્યકૂચારિત્રના નાશને કઈ રીતે સાંભળે ? કયા કાને સાંભળે ?
સમ્યજ્ઞાન તથા સમ્યચારિત્રનો નાશ સાંભળતાં જેને કંપારી ન થાય, તે વાસ્તવિક રીતે સમ્યગ્દષ્ટિ જ નથી. સમ્યજ્ઞાન તથા સમ્યારિત્રના નાશની વાત સાંભળી એને તો ખાવું પણ ન ભાવે.
સભા એવી ચિંતાથી ફાયદો શો ?
કર્મનો ક્ષય થાય એને એના પરિણામે આત્માની અનુપમ શક્તિનો આવિર્ભાવ થાય.
સભા એ તો પોતાને થાય.
એ શક્તિ એવી આવે કે, ‘બીજાઓ ઉપર પણ અવશ્ય છાયા પડે. આથી સ્પષ્ટ છે કે, તારક વસ્તુના નાશ વખતે સમ્યગ્દષ્ટિ સુખે ખાઈ કે સૂઈ ન શકે. આ વખતે સુખે ખાનારા, પીનારા અને પલંગ-તળાઈમાં પોઢનારા, ખરે જ પોતાના સમ્યગ્દર્શનને કલંકિત કરે છે.
સભા અસર વ્યક્તિની પડે કે સમષ્ટિની ?
જેવો વખત. વ્યક્તિની અસર સમષ્ટિ ઉપર પણ પડે અને સમષ્ટિની અસર તેવી વ્યક્તિ ઉપર ન પણ પડે.
સભા કિંમત વ્યક્તિની કે સમષ્ટિની ?