________________
૩૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 352, બેયની કિંમત, વિશિષ્ટ વ્યક્તિની પણ ખરી અને વિશિષ્ટ સમષ્ટિની પણ ખરી; જેમાં કાંઈ ખાસ તત્ત્વ જ ન હોય તેવી વ્યક્તિ હોય કે સમષ્ટિ, પણ તેની કશી જ કિંમત નથી. અહીં પદપૂજા છે; એટલે ગુણવિશિષ્ટ વ્યક્તિ કે સમષ્ટિની પૂજા છે, પણ ગુણહીન વ્યક્તિની કે સમષ્ટિની પૂજા નથી. ગુણ આવે એટલે વ્યક્તિ પૂજ્ય બની જાય. એ જ રીતે જેમાં સંઘત્વ આવે તે જ શ્રીસંઘ ગણાય.
હવે એ નિશ્ચિત કરો કે, સાધુની હયાતીમાં સંઘ કે સાધુની હયાતી વિના . જ સંઘ ? “વિચાર વિના એક અક્ષર ન બોલે તે માણસ, વગર વિચાર્યું બોલે તે માણસ નથી.” - એમ જો માણસ બનવા પણ વિચારશીલ બનવું પડે, તો શ્રીસંઘ બનવા કેવા બનવું પડશે ?
એમ સંઘ !” એમ કહેનારને પૂછો કે, ‘તમને શું જોઈએ અને તમને ઇષ્ટ શું? તમને ગમે છે અને શું નથી ગમતું ?' જો આ પ્રશ્નોના યોગ્ય ઉત્તર મળે તો હાથ જોડતાં કે માથું નમાવતાં ક્યાં વાર છે ? બાકી જેને સમ્યગુજ્ઞાન કે સમ્યફચારિત્ર અથવા એ બંનેયનું મૂળ જે સમ્યગુદર્શન તે ન ગમે, તે શ્રીસંઘમાં હોઈ શકતો જ નથી.
હવે જેને મૂળરૂપ સમ્યગદર્શન ગમે છે તેવા સમ્યગુદૃષ્ટિને, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર ન ગમે ? અવશ્ય ગમે જ ! સમ્યગુજ્ઞાન તે કહેવાય કે “જેના યોગે સંસારની મમતા ઘટાડવાનું, દિવસે દિવસે મોહથી છૂટવાનું અને શરીરથી પણ છૂટવાનું સમજાય.” અને પરિણામે “સમાધિપૂર્વક પ્રભઆજ્ઞા મુજબ શરીરને પણ છોડવા સુધીની જે ક્રિયા' તે સમ્યક્ઝારિત્ર ! ચારિત્રધરને જોઈને હૈયું નાચે છે? .
ચારિત્ર કોઈનાં માનપાન કે રોટલા મેળવવા માટે નથી પાળવાનું. પણ મુક્તિ માટે પાળવાનું છે. “આ સાચું છે પણ આમને નહિ ગમે તો !” એવો વિચાર કરનારથી સમ્યફચારિત્ર વાસ્તવિક રીતે પાળી શકાતું નથી. સમ્યગ્દર્શનનો પૂજારી સાચા ચારિત્રધરને-ચારિત્રના અભિલાષીને જુએ તો એનું હૈયું નાચી ઊઠે.
શ્રી શાલિભદ્રજીને ઘેર જતી વખતે શ્રી શ્રેણિક રાજાને થયેલું કે, રાજા હું કે આ ? એને ઉપરથી ઊતરતાં જોયો અને થયું કે, શું આ દેવ છે કે મનુષ્ય છે ?પોતાના ખોળામાં શાલિભદ્ર બેઠો કે એને પસીનો થયો; આવી સુકોમળતા ! માતાને કહેવું પડ્યું કે, “રાજન્ ! આપનો શ્વાસ પણ એ સહી નહિ શકે' અને “એ શાલિભદ્ર સંયમ લે છે' - એવું સાંભળ્યું ત્યારે શ્રી શ્રેણિક રાજાને આશ્ચર્ય