SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - 350 પાપપ્રવૃત્તિ સિવાય બીજું કશું જ નથી. આવાઓને ચાનક લગાડવા માટે, એક જાણે કૂતરાં માર્યા ત્યારે એક દયાળુએ કહ્યું હતું કે, નિરાધાર કૂતરાને માર્યા છે માટે જ સુખે સૂઈ શકો છો, પણ જો આ રીતે આવા ઉપકારના બહાને માણસો માર્યા હોત તો સુખે સૂઈ ન શકત.” દુઃખની વાત છે કે, “નિરાધાર ઉપર હથિયાર ચલાવવાની છૂટ છે' એમ કહેનાર જ આજે ગુલામીમાંથી છૂટવાની અને છોડાવવાનો ઉપકાર કરવાની મોટી મોટી વાતો કરે છે અને દુનિયા તેવી. વાતોને સાચી માની લે છે ! નિરાધારને મારવામાં હરકત નથી, ત્યાં પરમાર્થ છે.” - આવી દુષ્ટ દાનતવાળા ગુલામીમાંથી છૂટે જ નહિ અને છૂટે તો પણ વધારે ગુલામીમાં ફસાયા વિના રહે નહિ ! શક્તિહીન સામે ગોળી અને શક્તિસંપન્ન સામે છાતી, આ ન્યાય કયાંનો ? સભા: કૂતરાં ઓશિયાળાં એમ કહે છે ને ? એમ કહેનારને કહો કે, “તું ક્યાં ઓશિયાળો નથી ! છતાંય નિર્લજ્જ થઈને તારી જાતને તું બાદશાહ માને એનો ઉપાય નથી; બાકી શ્રી વિતરાગ પરમાત્માના શાસનમાં કોઈ પણ પ્રાણીને મારવાની છૂટ નથી જ. સમ્યગદષ્ટિને સમ્યફ ચારિત્ર ન ગમે? આથી એ વાત સમજી શકાય તેવી છે કે, જીવતત્ત્વને સમજી શકનાર આત્માથી, નિરપરાધી ત્રસજીવો ઉપર અખતરા ન કરાય, એટલું જ નહિ પણ એ સમજ્યા પછી તો અજીવના બંધનમાંથી પણ છૂટવાની ક્રિયા જ શરૂ કરવાની ભાવના રહ્યા કરે અને એ ભાવનાને કાર્યરૂપ બનાવવાના પ્રયાસો અવિરતપણે ચાલુ રહે. પણ આ તો કહે છે કે, “તત્ત્વજ્ઞાન મેળવવા માટે ચપ્પથી જીવોને ચીરી ચીરીને જોવા.' આવા વિચારો અને આવી વાતો વગેરે જ્યાં હોય ત્યાં સમ્યકત્વ શી રીતે ટકે ? સભાઃ આગળ વધવું છે ને સાહેબ ! દુનિયાદારીમાં જ આગળ વધવાની તીવ્ર રુચિવાળી ભાવના, એ સમ્યકત્વ કે મિથ્યાત્વ ? એમાં જ રસપૂર્વક આગળ વધવાની ભાવના કરનારો સમ્યગુદૃષ્ટિ કે મિથ્યાષ્ટિ ? મિથ્યામાર્ગમાં રહેલા ગમે તેવા વિચારો અને ગમે તેવી પ્રવૃત્તિ કરે એ જુદી વાત છે, પણ પ્રભુશાસનમાં રહેલા કે રહેવા ઇચ્છતા આત્માઓ.ગમે તેવા વિચારો અને ગમે તેવી પ્રવૃત્તિ કરે એ કેમ પાલવે ?
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy