________________
૨૮ : સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28
એ દશા છે કે, જીવ માનવો છે. જીવતત્ત્વ માનવું છે, પણ એના ૫૨ અખતરા કરવા છે ! અર્થની શ્રદ્ધા રાખીને જ્ઞાનીએ કહેલાં તત્ત્વને માને તે અને અર્થને સમજી જ્ઞાનીએ કહેલાં તત્ત્વને માને તે, એ બેય સમ્યગ્દષ્ટિ છે. શ્રી નવતત્ત્વ પ્રકરણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે -
349
૩૪૯
૧‘જે જીવાદિક નવે પદાર્થોને જાણે તેને પણ સમ્યક્ત્વ હોય છે અને જે ન જાણવા છતાં પણ ભાવથી શ્રદ્ધા રાખે તેને પણ સમ્યક્ત્વ હોય છે.’
જે લોકોને જીવ માનવા છે અને તે છતાં પણ તેના અખતરા કરવા છે, તેઓને આ શાસ્ત્ર કહે છે કે, જીવતત્ત્વ માન્યા પછી જીવો ઉ૫૨ અખતરા ન થાય. કદાચ ન ચાલે, એના વિના જીવનનો નિર્વાહ અશક્ય છે એમ લાગે, જેમ કે, સંયમની શક્તિ નથી અને ગૃહસ્થાશ્રમમાં પૃથ્વીકાયાદિની હિંસા વિના ચાલે તેમ નથી ત્યાં નિરૂપાયે હિંસક પ્રવૃત્તિ કરવી પડે તો પણ હૃદય કંપે; પણ નિરપરાધી ત્રસજીવો ઉપર ટાંકણી ભોંકીને ખીલી ઠોકીને ચીરા મૂકીને અખતરા
ન થાય.
જીવ માનવો અને નિરપરાધી એવા પણ ત્રસજીવ ઉ૫૨ અખતરા કરવા, એ માન્યતા કયા પ્રકારની ? માટે જ તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. જીવ માને અને નહિ જેવા સ્વાર્થને માટે અગર ૫રમાર્થના બહાને સંહારનારા
તો ભયંકર માનવીઓ છે. તત્ત્વના ભાવની અવિપરીત શ્રદ્ધામાં સમ્યગ્દર્શન છે, પણ નહિ કે, ખાલી અને લુખ્ખી માન્યતામાં ! એ શ્રદ્ધામાં સમ્યગ્દર્શન છે, પણ એ શ્રદ્ધા થયા પછી કોઈના એક પણ પ્રાણ ઉપર પ્રહાર કરવાનું મન પણ ન થાય. પોતાને જેવી વેદના થાય તેવી જ એ બધે ભાળે. પણ આજનાઓ તો કહે છે કે, ‘પાંચ દેડકાં મરે પણ પછી જિંદગી સુધી પરમાર્થ થાય ને !' વારુ ! પ્રથમ તો એમ કહેનારાને એ તો પૂછો કે, ‘તમે જિંદગી ૫૨માર્થમાર્ગમાં જ
સમર્પી દીધી છે ને ?’
સભા સાહેબ ! પેટની અને વિષયવાસનાનાં સાધનોની પૂર્તિ એ જ પરમાર્થ !
હું એ જ કહું છું કે, એ રીતે પરમાર્થને નામે નિરાધાર કે જેનો કોઈ બેલી નહિ, તેને ખીલા ઠોકી મારવા અને એમાં ઉપકાર મનાવવો. એ ભયંકર જાતની
૧. ‘‘નીવાડું નવપયત્વે, નો ખાળફ તસ્સ દોડ્ સમ્મત્ત । મારે સદ્દતો, અવાળમાળે વિ સમ્મત્ત
શા"