________________
451 – ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૫૧ - આ પાંચ કારણો ઉપરથી સમજી શકાય છે કે, જો શ્રી સર્વજ્ઞ પરમાત્માના શાસનમાંની કોઈ વાત આપણાથી ન સમજાય, તો આપણે પહેલી તો એ જ વિચારણા કરવાની કે, “અમારી મતિની દુર્બળતા ક્યાં અને અનન્તજ્ઞાનીના જ્ઞાનની શક્તિ ક્યાં !” પણ આજે તો એ દશા છે કે “શું અમારી મતિ અને એ વળી દુર્બળ ?” સમ્યકત્વને નહિ પામેલા માર્ગાનુસારી આત્માની પણ માન્યતા કેવી હોય, તે દર્શાવતાં ઉપકરણીઓ જણાવે છે કે, “શાસ્ત્રો ગહન છે અને મતિ અલ્પ છે માટે શિષ્ટો કહે તે પ્રમાણ; જ્યારે અત્યારે પોતાની પરમ સમ્યગુદૃષ્ટિ મનાવવાનો દાવો ધરાવનારાઓ પણ શ્રી સર્વજ્ઞદેવના શાસનને પોતાની મતિથી ડહોળવાનો નિષ્ફળ પણ કૂટ પ્રયત્ન કરે છે, એ તેઓની નીતિ કેટલી કુટિલ છે, એ દર્શાવે છે.
એ જ રીતે શંકાથી બચવા માટે બીજી વિચારણા એ કરવાની છે કે, “તેવા પ્રકારના સમર્થ આચાર્યદેવના અભાવે પણ વસ્તુ તદ્દરૂપે સમજી ન શકાય, માટે વસ્તુ જ નથી એ ન બને.”
એવી જ રીતે માનો કે “મતિની દુર્બળતા પણ ન હોય અને જ્ઞાની આચાર્યનો સંયોગ પણ હોય, તે છતાં પણ શેય પદાર્થોની ગહનતાના પ્રભાવે સમજાય નહિ એમ પણ બને.” આપણે શાસ્ત્રો દ્વારા જાણીએ છીએ કે પ્રભુશાસનના છેલ્લા શ્રુત કેવલી ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી મહારાજા સાથે પાંચસો મુનિવરો ભણવા ગયા હતા, પણ એક ભગવાન શ્રી સ્થૂલિભદ્રજીને છોડીને બધાય મતિની મંદતા અને શેયની ગહનતાના પ્રતાપે એક પછી એક આગળ નહોતા વધી શક્યા અને એકલા શ્રી યૂલિભદ્રજી મહારાજ જ છેક સુધી ટક્યા હતા. કહેવું જ પડશે કે ત્યાં પણ ભણનાર કે ભણાવનારની ખામી ન હતી; પણ જ્ઞયની ગહનતા જ તેમાં મુખ્ય કારણરૂપ હતી. , એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને હેતુ તથા ઉદાહરણનો અસંભવ પણ પ્રભુશાસનને નહિ સમજવામાં કારણરૂપ થઈ જાય છે. * આ કારણોના પ્રતાપે સાચી પણ વસ્તુ ન સમજાય, એથી વસ્તુ જ નથી એમ કેમ જ કહેવાય ? અને એમ કહેવું એના જેવી બીજી મૂર્ખતા પણ કઈ ? એક ગંભીર વાત સમજવા મતિની નિર્મલતા પણ જોઈએ, સુયોગ્ય ગીતાર્થજ્ઞાતા સદ્ગુરુનો સદ્ભાવ પણ જોઈએ, સમજવામાં સહાયરૂપ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તથા અનેક હેતુ તથા ઉદાહરણો પણ જોઈએ, છતાંય બધી વાત માટે હેતુ તથા ઉદાહરણ મળે એ કાંઈ ઓછું જ નક્કી છે ? મળે અને ન પણ મળે. આ કારણોથી છદ્મસ્થને અનેક વાતો ન પણ સમજાય એ તો સહજ છે.