________________
૪૫૨ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
- 452 આંથી જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે, તે તે કારણોથી સારી રીતે ન સમજાય તો પણ બુદ્ધિશાળી આત્મા ત્યાં એમ જ વિચારે કે –
“સર્વજ્ઞમાં વિત”
શ્રી સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો છે.” પરંતુ આવો વિચાર તો જે સમજુ અને અનાગ્રહી હોય તે જ કરે પણ કદાગ્રહી મૂર્ખાઓ તો ન જ કરે. આપણું કર્તવ્ય ! સભાઃ ઠીક, તો સાહેબ! મૂર્ખાઓ એવું ન વિચાર અને યઢા તા બોલે અથવો :
લખે, એ આપણને બળતરા કે દુઃખનું કારણ તો નથી જ ને ? " જરાયે નહિ ! કોઈ વસ્તુ કોઈ ન માને એમાં આપણને દુઃખ ન થાય, પણ તે બિચારાની દયા આવે અને કોઈ પામર સાચી વસ્તુનો નાશ કરવા પ્રયત્ન કરે, ત્યારે જો આપણામાં તેનું રક્ષણ કરવાની તાકાત ન હોય તો દુઃખ પણ થાય. એ દુઃખના યોગે રક્ષા કરવાની તાકાત ન હોય તો તાકાતને કેળવવાની અને એ તાકાત કેળવ્યા પછી રક્ષાના પ્રયત્નમાં અવિરતપણે મચ્યા રહેવાની પણ આપણી અનિવાર્ય ફરજ છે. એ ફરજ બજાવવી એ જ આપણું કર્તવ્ય છે.
આપણા એ કર્તવ્યપાલનથી અજ્ઞાન કદાગ્રહીઓ ઉદ્ધત બને કે ખોટા ઘોંઘાટો કરે, એથી આપણે મૂંઝાવું પણ ન જોઈએ અને નિરાશ પણ ન થવું જોઈએ, કારણ કે, ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે, અનુગ્રહબુદ્ધિથી અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ ઉપકારની પ્રવૃત્તિ ચાલુ રાખવી. એના યોગે. ભાગ્યશાળીઓનું કલ્યાણ થાય અને ભાગ્યહીનોનું ન પણ થાય, પણ એવી સુવિશુદ્ધ પ્રવૃત્તિ કરનારનું તો અવશ્ય કલ્યાણ થાય જ.
બીજું શ્રી સર્વજ્ઞ પરમાત્માનો મત સાચો છે એવું જે મતિમાન વિચારે છે, એ કંઈ નિષ્કારણ નથી પણ સકારણ છે, એમ પણ આપણને આ ઉપકારી મહાપુરુષ સમજાવે છે, અને સમજાવતાં ફરમાવે છે કે, એ તો વગર ઉપકાર કર્યો ઉપકારી હતા. એટલે કે, નિષ્કારણ ઉપકારી હતા, જગતમાં શ્રેષ્ઠ હતા, રાગ,. દ્વેષ અને મોહને જીતનારા હતા, એવા શ્રી જિનેશ્વરદેવો અન્યથા ન જ કહે, કારણ કે, એ તારકોને અસત્ય કહેવાનું કારણ જ હતું નહિ. અસત્ય એ તારકના મુખમાંથી નીકળે જ નહિ. આથી શાણાએ સમજવું જોઈએ કે,