SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 સમજવા માટે મારી પાસે સાધન નથી, માટે જે હું ન સમજી શકું તે વસ્તુ ખોટી છે, એમ ન જ કહેવાય. 453 ૪૫૩ સારું નિમિત્ત પણ યોગ્યને અસર કરે ! વ્યવહા૨માં પણ જેઓના ખિસ્સામાં પૈસા ન હોય, તેઓ ઝવેરીને ત્યાં માલ નથી એમ નથી કહેતા અને કહે તો એવું કહેનારા મૂર્ખ ખરા ને ? અને એ મૂર્ખ પણ કેવા ? કહેવું જ પડશે કે, ‘ન વર્ણવી શકાય તેવા !’ જો ‘ઝવેરીને ત્યાં માલ હોત તો આવીને અમારા કંઠમાં ન પડત !' આવું બોલનારા હોય તો તેઓને એવું કહેનારા પણ અનેકાનેક મળે કે, “કમનસીબ ! એ માલ તો પૈસાવાળાના કંઠમાં પડે પણ. તારા જેવા ભિખારીના કંઠમાં ન જ પડે !” એથી દુનિયામાં એવું બોલનારા નથી પણ, “પ્રભુમૂર્તિમાં કંઈ હોય તો અમને ભાવના ન થાય ? સાધુમાં સાધુતા હોય તો અમારા પર છાપ ન પડે ?” આવું બોલનારા ઉલ્લંઠો તો આજે અનેક નજરે પડે છે, કારણ કે, તેઓની છાતી ભેદાય એવું કહેનારા ઓછા મળે છે ! આથી જો એ ઉલ્લંઠોને એવું એવું બોલતાં બંધ ક૨વા હોય અગર તો એવાઓનું એવું બોલવું નિષ્ફળ બનાવવું હોય તો તમે સમજો કે – ‘અભવ્યો ઉ૫૨ શ્રી તીર્થંકરદેવની પણ છાપ નથી પડતી, સૂર્ય જેવો પ્રકાશક પણ ઉલૂક આદિ જાતને પ્રકાશ નથી આપી શકતો, કારણ કે, જાતિસ્વભાવને સુધા૨વાનો ઉપાય નથી. અમૃત જેવું દૂધ પણ સર્પના કંઠમાં ઝેર થાય છે. ગાય-ભેંસના મોંમાં ગયેલા ઘાસનું દૂધ થાય છે, અને એ જ દૂધ સર્પના મોંમાં ઝેર થાય છે, માટે અયોગ્ય પાત્રમાં સારી વસ્તુ પણ ખરાબ થાય છે. આ પ્રમાણે સમજીને જેઓ કહે છે કે, “મંદિરમાં જઈએ છીએ પણ પરિણામ ટકતા નથી.” તેઓને સમજાવો કે, “સામે વીતરાગની મૂર્તિ છતાં તમારાં પરિણામ ન ટકે તેમાં વાંક તમારી પોતાની જાતનો અગર તો તમારી અયોગ્ય પ્રવૃત્તિનો જ, કારણ કે, ચોવીસે કલાક જ્યાં ત્યાં રખડનારા, અનેક પદાર્થોમાં આંખને ઘરેણે મૂકી આવનાર અને હૈયાને હજારો ઠેકાણે ગી૨વે મૂકી આવનારા તમારા ઉ૫૨ ૫૨માત્માની મૂર્તિ પણ શું અસર કરે ? તમારા જેવાને મૂર્તિ પકડી પણ શી રીતે રાખે ? નક્કી કરીને તો આવો છો કે, મંદિરમાંથી પાંચ મિનિટમાં નીકળવું છે, કેમ કે, કામ અનેક છે. હવે એવાઓને મૂર્તિ શી રીતે પકડી રાખે ? ખામી નિમિત્તની નહિ પણ તમારી પાત્રતાની છે : સભા : મંદિરમાં આવનાર ઘણા તો ઊંચી છાતીએ દેખાવ રૂપે જ પગે લાગીને હાલવા માંડે અને મૂર્તિની સામે પણ ન જુએ !
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy