________________
499 – ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૯
એ લોકો કહે છે કે, “જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન ભણનારને નવકારની શી જરૂર !” હું પૂછું છું કે, “કૉલેજમાં જનારે કક્કો શા માટે ભણવો ? ગણિતના પ્રોફેસર થવા ઇચ્છનારે એકડો શા માટે ચૂંટવો ?' પણ આવું પૂછનારાઓને સમજાવાય શી રીતે ? પ્રથમ હું તો માનતો હતો કે, ભણેલા કહેવાતા એ લોકો કાંઈક પણ ડાહ્યા હશે, પણ આજે કેટલાકોની હિલચાલ જોતાં તેઓ તદ્દન મૂર્ખ હોય એમ જ લાગે છે, અન્યથા આવું કેમ જ હોઈ શકે ?
રસ્તે ચાલનારા આમ કરવા ને તેમ કરવા કોન્ફરન્સને ઠરાવ લખી મોકલે છે; એના હેતુ, ધ્યેય, ધોરણ જાણવાની પણ એમને પડી નથી ! એવાઓ તે ભણ્યા કે ભૂસ્યું? વળી આ બધા ભેગા થાય છે, તે લોકોનાં ઘર મંડાવવા કે કાંઈક નવું કરવા ?
જૈનપણાને પણ વેચી ખાનારાઓને સાધુ ઉપર ફરમાન કાઢવાં છે ! પણ એમનાં જંગલી ફરમાનોનો અમલ તે મૂર્ખાઓ કોની પાસે કરાવશે ? મને તો એ જ થાય છે કે, આવાઓ આવી આવી વાહિયાત વાતો કરતાં શીખ્યા ક્યાંથી ? કોર્ટ પણ પોતાના અધિકાર સુધીના કેસ ચલાવે છે, અધિકાર બહારના કેસને ઉપર મોકલે છે, પોતાની સત્તા બહારનો હુકમ એ પણ નથી કાઢતી; અને આ ગાંડાઓ તો વિના વિચાર્યે હુકમ ઉપર હુકમ જ કાઢે છે !!! સત્તા વગર હુકમ કાઢનારા કઈ કોટિમાં ગણાય ? પાગલની કોટિમાં કે કોઈ બીજી ? ખરેખર, આ બધું વિચારતાં ગાંડા જ ભેગા થયા હોય એમ લાગે છે !!! ખોટી છૂટછાટનું પરિણામ વિનાશ! - શાસ્ત્ર કહે છે કે, પહેલાં પોતાની જાતને ઓળખાવો, નિહાળો, જાતે ન જોઈ શકો તો સામે અરીસો મૂકો અને “હું કોણ ?' એ ઓળખો; એ નક્કી થયા વિના બોલો નહિ, લખો નહિ; જે લખો-બોલો તે પોતાની જાતને યોગ્ય છે કે નહિ તે પૂછો ! યોગ્ય લાગે તો બહાર મૂકો, નહિ તો ફાડી નાંખો ! અને આ બધું વિચારીને સમજો કે, “વીસમી સદી વિવેકહીન નથી પણ એમાં અમે પોતે કમજાત પાક્યા છીએ.
મરજીમાં આવે તેમ વર્તવાની છૂટ તો આ જમાનો પણ આપતો હોય તો તે ભયંકર છે, કારણ કે, એવી છૂટનું પરિણામ તો નાશ સિવાય બીજું કશું છે જ નહિ. વિરોધ સંઘનો નહિ પણ
આથી જ કહેવું પડે છે કે, જે સમુદાય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ