________________
431 * -૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૧
વાસણને આંબળી તથા ઢેખાળાથી ઘસતાં છતાંયે ઊજળું ન દેખાય તો પુછાય કે, ઊજળું કેમ નથી થતું, તેમ વૈરાગ્ય એ તો આત્માનો ગુણ છે. એ આવે ત્યાં પ્રશ્ન જ શો ?
વૈરાગ્ય કેમ નથી આવતો ?” એ અવશ્ય પુછાય, પણ આજે તો એને બદલે “વૈરાગ્ય આવ્યો જ કેમ ?” એમ પુછાય છે ! એ પૂછનારા ઊંધા ખરા કે નહિ ? એવાઓને મિથ્યાદૃષ્ટિ કહેવામાં વાંધો પણ શો ? એવાઓને શ્રી જિનેશ્વરદેવના શાસનનું ભાન જ નથી. શ્રી જિનેશ્વરદેવને એવાઓએ
ઓળખ્યા જ નથી. - વૈરાગ્ય એ જો આત્માનો સ્વાભાવિક ગુણ ન હોત, તો હું કહું છું કે, કદી તમને અને મને વૈરાગ્ય થાય, પણ શ્રી જિનેશ્વરદેવને કદી વૈરાગ્ય ન થાત; કારણ કે, એ તારકની પાસે રાગની સામગ્રી કેટલી ? એવી રાગની સામગ્રીવાળાને વૈરાગ્ય કેમ થાય ? આપણને તો ડગલે ને પગલે દુ:ખ, તેથીય કદાચ વૈરાગ્ય થાય, પણ એમને થાય ? માંદાને કદાચ મરવાની ઇચ્છા થાય, પણ સાજાને ઓછી જ થાય ? જેઓને ઘરમાં ઠેકાણું નહિ, બજારમાં ઠેકાણું નહિ, ખાવા-પીવાનું, પૈસાટકાનું, શરીરનું એટલે કે તમામ જાતનું દુઃખ હોય, તેઓને વૈરાગ્યનુંય કારણ છે, પણ એ તારકને તેવું કંઈ પણ કારણ હતું ? નહિ જ, તો પછી તે તારકને વૈરાગ્ય કેમ જ થાય ? આ બધાથી માનવું પડશે કે, વૈરાગ્ય, એ આત્માનો ગુણ છે.
જેમ જેમ આત્મા નિર્મળ થાય, તેમ તેમ સામગ્રી વધે અને વૈરાગ્ય પણ વધે આત્મા પદ્ગલિક સામગ્રીમાં ન મૂંઝાય. દુનિયાના લોકોને તો કન્યા પણ 'ગોતવી પડે છે અને પ્રભુને તો પરણવાની પ્રાર્થનાઓ થતી હતી. દુનિયાને તો લક્ષ્મી ગણવી પડે છે અને પ્રભુને તો તે વરી હતી ! તમારી અને તેમની દશા તો વિચારો ! “ આજે મૂર્ખઓમાં એ પ્રશ્ન ચર્ચાય છે કે, વાંઢા તથા વિધવાઓનું શું થાય ? ખરેખર, વર્તમાન કાળની હવાથી કોઈક લોક પાગલ બન્યા છે. તેવાઓને કહો કે, હવાઈ કિલ્લા ન ચણો; પણ આજના કોઈક ભણેલા ગણાતાઓનું તો ભેજું જ ફરી ગયું છે, નહિ તો આવો વિચાર ન આવે. પુણ્ય, પાપ અને એના વિપાક તથા આત્મા અને જડનો સ્વભાવ જે સમજે, તેને આવા વિચારો હોય જ નહિ. વૈરાગ્યની પરીક્ષા શી રીતે થાય !
આથી સમજો કે, વૈરાગ્ય એ આત્મગુણ છે, એથી જ એ દુ:ખમાં જ આવે એમ પણ નહિ કિંતુ સાચા સુખીને પણ વિરાગ આવે; કારણ કે, જે વિરાગી