________________
150
૧૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગની દેશના દેનારા, શ્રી જિનેશ્વરદેવના શાસનના સાચા સાધુ નથી, કારણ કે કદાચ તેનામાં સાધુપણું હોય, તો પણ પરિણામે એનામાંથી સાધુપણાને જતાં વાર લાગતી નથી. જેણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કરતાં પણ પોતાપણાને આગળ ધર્યું, તેનામાંથી પરિણામે સાધુપણાનો પણ નાશ થાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. આથી શાસનરસિક આત્માની ફરજ છે કે-આજ્ઞામાં જ સર્વસ્વ માની, તેના જ રક્ષણ માટે પોતાપણાનું સમર્પણ કરી દેવું.’
આજના કહેવાતા ભણેલાઓ જ આજ્ઞાનો વિરોધ કરે છે !
સભા અત્યારે આજ્ઞા પૂરેપૂરી પળાય છે ?
મહાનુભાવ ! આવો પ્રશ્ન જ કેમ ઊઠે છે ? નિરંતર સાંભળનારને આ પ્રશ્ન ઊઠે એ જ આશ્ચર્ય છે. કોણ એમ કહે છે કે-આજે આજ્ઞાનું પૂરેપૂરું પાલન સર્વ કોઈથી થાય છે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મૂરી પળાઈ નથી, જે રીતે ત્યાગ ઉપદેશ્યો છે, તે રીતે પૂરો આરાધાયો નથી, માટે તો સંસારમાં આજ સુધી રખડીએ છીએ. આજ્ઞાના પાલનમાં શક્તિની ન્યૂનાધિકતાના કારણે ઓછાવત્તાપણું હોય અને છે, એમ તો અનેકવાર કહેવાઈ ગયું છે, છતાં આ પ્રશ્ન કેમ થાય છે ? આજે ભણેલો કહેવાતો વર્ગ આજ્ઞાનો વિરોધ કરે છે, એથી જ સમાજને ચેતવવા માટે આજ્ઞાની અખંડતા જાળવી રાખવાનો ઉપદેશ અપાય છે. વિરોધ કરનાર વ્યક્તિ નથી, પણ વ્યવસ્થિત ટોળું છે :
સભા આજ્ઞાનો વિરોધ તો કોઈ મૂર્ખ હશે તે જ કરતો હશે ! બધા ક્યાં કરે છે ? હૃદયમાં જે હોય તે જ બોલો ! આમ લોચા ન વાળો. આજે નથી જોઈ શકતા કે-કોણ કોણ વિરોધ કરે છે ? તદ્દન મૂર્ખ માણસમાં તો વિરોધ કરવાની શક્તિ શી ? હું કહું છું કે-વિરોધ તો આજના કહેવાતા કેટલાક ભણેલાઓ જ કરે છે. અજ્ઞાનપણે ઇરાદાપૂર્વક પોતાની અહંતામાં તણાઈ, શાસ્ત્રવિરુદ્ધ ભાવવાળા લેખો લખીને છાપાંની કૉલમો કાળી કરનારા શું પોતાને ભણેલા નથી કહેવરાવતા ? ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને બળવાખોર કહેનારા તેમજ આજે આજ્ઞાની બિલકુલ દરકાર કર્યા વિના યથેચ્છપણે યદ્ઘા તદ્દા બોલનારા અને લખનારા પોતાને શું મૂર્ખ તરીકે ઓળખાવવા તૈયાર છે ? પોતે ધર્મ ન કરે, પ્રભુપૂજા ન કરે, સામાયિક-પ્રતિક્રમણ-પૌષધાદિ ન કરે, કંદમૂળ ખાય, રાત્રિભોજન કરે, એમાં એ બિચારાની પાપી હાલત માટે દયા આવે પણ એમાં અમારું કાંઈ જતું નથી. અભક્ષ્યભક્ષણ કરનાર કદાચ નભે, પણ