________________
151
– ૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ - 13 -
૧૫૧
“અભક્ષ્મભક્ષણ કરવાથી મુક્તિ નથી અટકતી” એવું કહેનાર તો એક સેકન્ડ પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. કોઈ કહે કે, “તમારા જેવા રાત્રે ખાય છે તો એનો જવાબ એવો આપે કે, “રાત્રે ખાવું એમ હું કહેતો નથી, પણ એવું માનતો નથી કે રાત્રે ખાવાથી મુક્તિ અટકી પડે.” આવા કેવા કહેવા? સમ્યગુદૃષ્ટિ શ્રાવક આવું બોલે ?
વારુ ! મુક્તિ શાથી અટકે ? સંયમથી કે અસંયમથી ? રાત્રે ખાવાથી કે ન ખાવાથી ? કંદમૂળ ખાવાથી કે ન ખાવાથી ? આ બધા પ્રશ્નો ઉપર સહેજ પણ વિચાર કર્યા વિના, ઉપર મુજબના છળપ્રપંચથી ભરેલા વિચારો પ્રદર્શિત કરનારા અને અનેક કુત્સિત દલીલો કરનારા કહેવાતા ભણેલા-ગણેલા સંખ્યાબંધ માણસો ઊભા થયા છે. તેઓના સંસ્કારો તમામ મનમાં ઘૂસે છે એનો જ આ પ્રતાપ છે કે આવા પ્રશ્નો તમે કરી શકો છો ! વિરોધીઓની જાળ : - આજ્ઞાનો વિરોધ કરનારા શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ, શાસ્ત્રકારની દષ્ટિએ અને સમ્યગુદૃષ્ટિની ભાવનાની દૃષ્ટિએ તો અજ્ઞાન છે, પણ તેઓ એવા અજ્ઞાન નથી કે જેઓને સામાન્ય દુનિયા અજ્ઞાન માને. દુનિયા એમને ભણેલા સમજે છે, ખુરશી-ટેબલ પર બેસીને લખનારા એ છે, અને ગોળમાં ઝેર કેમ ભેળવવું તે પણ તેઓ સારી રીતે જાણે છે. એવી આવડત એમનામાં છે કે એમની ખૂબીથી સામાન્ય જનતા તો ભોળવાઈ જ જાય અને એમ માને કે‘સાધુઓ જે અમને ઊંધે માર્ગે લઈ જનારા છે.”
તેઓ કહે છે કે-“સાધુના કહેવા મુજબ ચાલીએ તો આયુષ્ય ઘટે, જીવતો સમાજ મરણની અણી ઉપર આવે.” એ બધા પોતાને ધવંતરી માને છે ! એથી સમાજની આયુષ્યની દોરી સાંધવા માટે એમણે એક કીમિયો શોધ્યો છે !! એ કિીમિયો એ કે –
“વાત વાતમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું નામ ન દેવું.xxx વાત વાતમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સામે ન જોવું. xx સામાયિક પડિક્કમણું વિગેરે કરણી ઘરડા કહે છે માટે “ઠીક' એમ કહેવું, પણ કરે તો જે નવરા હોય છે, પણ કરવી જ જોઈએ, એવી ફરજ નહિ. xxx રાત્રે ન ખાવું, કંદમૂળ ન ખાવું, એ બધું ઠીક, પણ એ સબળા માટે; નબળાઓ બળવાન બનવા માટે ખાય તો પાપ લાગે નહિ. xx સ્કૂર્તિ લાવવા માટે ચાહ પીવામાં કે સિગારેટ પીવામાં વાંધો નહિ. xxx“વાવ વાવયં પ્રમા” હવે ન ચાલે. xx સાધુ તો સાડા ત્રણ ચોપડી