________________
૩૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
312 ખરેખર, સારી રીતે વસ્તુ જચી નથી. અગર આસક્તિ ઘટી નથી, એનું આ પરિણામ છે. છોકરાને હોશિયાર બનાવે એમાં ઇરાદો પેઢી જ સોંપવાનો છે; પણ શ્રાવકની સાચી પેઢી કઈ ? એ વાત ભુલાઈ ગઈ છે, એની જ આ બધી મારામારી છે. ચાર દીકરામાં એક દીકરો હોશિયાર થાય છે, એને પેઢીમાં જોડે, પણ અહીં જોડવાનું મન થાય છે? ત્યારે અહીં જે બધી વાતમાં “હા” કહેવાય છે, એ “હા” કેમ કહેવાય છે ? “ના” કહેવાતી નથી માટે ? સામે બીજો જવાબ નથી માટે કે કંઈ બીજું જ છે ? બધું ખરું પણ” એ પણ'ના પનારે ત્યાં ખેંચાય. - સાધુ તમારા છે, એવું ભૂલેચૂકે માનતા જ નહિ, કારણ કે, સાધુઓ તો - તમારા ગુરુ છે; બાકી શિષ્ય, સેવક અને આજ્ઞાપાલક તો ભગવાન શ્રી. મહાવીરદેવના અને એ તારકના આગમોના તથા આગમાનુસારી ગુરુદેવોના !. મુનીમ ગ્રાહકનું મન રાજી રાખે, પણ શેઠની આવક સાચવીને રાખે; જો એ ના સાચવે તો એની ગ્રેડ ન વધે, ચાન્સ ન વધે અને ઘેર પણ બેસવું પડે ! એ રીતે ? તમને રાજી રાખવાની મારી ઇચ્છા તો ઘણી, છે, તમે રાજી રહો એમાં હું ખુશ છું, પણ એવી રીતે તો રાજી ન રાખું કે જેથી આ આગમ-જિનાજ્ઞા બાજુ ઉપર રહી જાય.
આ આગમ-જિનાજ્ઞાને બાજુ પર રાખી તમને રાજી કરવા ઇચ્છું, તો શાસ્ત્ર કહે છે કે, તે પેઢી ઉપર બેઠેલો નિમકહરામ મુનીમ છો ! આથી જ શાસન ઉપર આક્રમણ આવે ત્યારે હું મૌન ન રહું ! લાલ પણ થાઉં, ગરમ પણ થાઉં ! કેટલાક કહે છે કે, “ગરમ કેમ થવાય ? હું કહું છું કે, “તે તમે આને જ એક તારક માનીને એની જ સાધનામાં પડો તો જ તમને સમજાય !” તમે દાવા કેમ માંડો છો ? ‘ટાંચજતી કેમ કરો છો ? આવું તમને પૂછું તો તમે પણ કહો છો કે, “મહારાજ ! એ તમે ન સમજો !” “કોઈ ન આપે તો કાંઈ નહિ. દાવા શા ! ગ્રાહક માલ લઈ જાય અને પૈસા ન આપે તો ભલે હવે એ જ વાપરે !” આવું કહું તો કહો છો કે, “મહારાજ ! એમ કરીએ તો ચોથે દિવસે ભીખ માંગીએ ! હું પણ કહું છું કે, “જો હું લાલ ન થાઉ તો મારે પણ ભીખ માંગવી પડે. જેમ તમારા માલની તમે ચિંતા કરો છો, તેમ હું પણ મારા માલની ચિંતા કરું ને !'
સભા: શ્રાવકનો પણ માલ તો એ જ છે ને ?
બેશક, સાચા શ્રાવકનો વાસ્તવિક માલ તો એ છે જ અને માટે જ આજે જેઓ એને પોતાનો માલ માને છે તે શ્રાવકો પણ પોતાની શક્તિઓ એના સંરક્ષણ પાછળ ખર્ચા જ રહ્યા છે, પરંતુ આજે તો શ્રાવક કહેવડાવનારાઓમાં કેટલાકમાંથી આ આગમને પોતાનો માલ માનવાની જરૂરીને આત્મકલ્યાણકર