________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
તા. ૧૪-૧૦-૨૯. ‘સાંજ વર્તમાન' શ્રી મુંબઈ જૈન યુવક પત્રિકા
નં. ૧૪.
૫૫૮
સાધુ-સંસ્થા પુનઃર્વિધાનને પંથે
“શું દેશો ? દીક્ષાનાં દાન કે ભિક્ષાના પરવાના ?”
558
*
“પણ દીક્ષા લેનારે ભરણપોષણ કે એવી બીજી જાતની વ્યક્તિજીવનનો નાશ ન કરનારી સામાન્ય જવાબદારી શા માટે ન ઉઠાવવી જોઈએ ? તે સમજી શકાતું નથી. આ જાતની જવાબદારીનો દ્રોહ કરીને, દીક્ષાની જવાબદારીનો સ્વીકાર કરવા માંગતો હોય તો તે જવાબદારી ઉઠાવવાને તેણે દેખાડેલી કાયરતાને લઈને નાલાયક છે.”
*
“જો તેઓ પ્રાચીન સંસ્કૃતિનો અર્વાચીન સંસ્કૃતિ સાથે સુમેળ સાધી ન જ શકે, તો તેઓએ સ્પષ્ટ સમજી લેવું કે મોડાવહેલા પ્રાચીન સંસ્કૃતિએ મર્યે જ છૂટકો.”
*
“x x x નવા વિચારો વીજળીની માફક ફેલાયા કરે છે. તે વીજળીનો ઉપયોગ કરતાં સાધુસમુદાયે શીખવું જ પડશે.”
તેઓએ જાણવું જોઈએ કે દેહ એ દુર્ગંધસ્થાન છે એમ કહેવું એ તદ્દન અયોગ્ય છે. સત્ય તો એ છે કે આત્મદેવને માટે એ પવિત્ર જંગમ અને જીવતું મંદિર છે. આત્મદોષનું તીર્થ છે. તેની આશાતના કરનાર આ દેહતીર્થની આશાતના કરે છે. જંગમ તીર્થની અવગણના કે ઉપેક્ષા, એ તીર્થની ભયંકરમાં ભયંકર આશાતના છે.”
*
તા. ૨૮-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૬. સુષુપ્ત સમાજ
અસહ્ય સ્મશાનશાંતિ
શારીરિક સંપત્તિનો નાશ અને સાધુઃ
x x x x “સાધુઓથી અખાડામાં હાજરી અપાય કે નહિ ? તેને ઉત્તેજન અપાય કે નહિ ? આપણે તો સ્પષ્ટ સમજવું પડશે, ને એટલો તો સ્પષ્ટ નિર્ણય