________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પુણ્યવાન હોય એ તો બધું કરે, પણ સામાન્ય નિયમ એ છે કે, શ્રી તીર્થંકરદેવ અલંકારાદિ જાતે ઉતારે અને સ્વયં લોચ કરે. આ વખતે મોહને લઈને કોઈની આંખમાં આંસુ આવે, પણ તેમાં તે તારક પણ શું કરે ?
૭૪
64
મોહના વૈરી મોહના મિત્રોને કઈ રીતે રાજી રાખી શકે ?
મોહના વૈરીએ મોહના મિત્રને રાજી કર્યો હોય, એવું હજી આ સંસારમાં બન્યું નથી. મોહના મિત્રને રાજી કરવા મોહનો વૈરી કાંઈ તેની પંગતમાં ઓછો બેસે ? શ્રી તીર્થંકરદેવ સંયમ લે ત્યારે પણ ઘણાંની આંખોમાં પાણી આવે. શ્રી તીર્થંકરદેવ જેવા કોમળ, સુકુમાર, અપૂર્વ ભોગસામગ્રીના સ્વામી, એમનો સ્નેહીસંબંધી પરિવાર કેટલો ? એ બધાના હ્રદય ઉપર આઘાત થાય છે. મોહની તો એ ગુણ છે કે, સમ્યગ્દષ્ટને પણ મૂંઝવણ કરાવે.
સભા : ભગવાનના ભાઈને મોહ પણ છે અને પોતાની પાસે રાજસત્તાં પણ છે, તો રોકે નહિ ?
રોકનારા કરતાં નહિ રોકનારા અનેક ગુણા બળવાન હોય છે. મોહની સત્તામાં રહેલાઓ કરતાં, મોહસત્તા ઉપર જય મેળવનારમાં બળ વધારે જ હોય, એટલે પેલા સત્તાનો ઉપયોગ કરી શકતા નથી અને સાચા સત્તાધીશોને તેવી સત્તાનો ઉપયોગ કરવાનું મન પણ થતું નથી; કેમ કે, સત્તા એ પણ પુણ્યથી મળે છે. તીવ્ર પાપાનુબંધી પુણ્ય હોય એ વાત જુદી, બાકી સત્તા પણ છે તો પુણ્યથી જ પ્રાપ્ય, કારણ કે, સત્તા પણ પુણ્યફળનો જ એક પ્રકાર છે. તે સંઘ બહાર ઃ
આજે મોહમગ્ન માણસો, પોતાની જાતને મોટી બતાવવા એટલી મહેનત કરે છે કે, જેનો પાર નથી. એટલી મહેનત જો પોતાની જાતને મોટી બનાવવા માટે થતી હોત, તો આ દશા આજે ન હોત ! ઉપકારીઓ કહે છે કે-‘પોતાની જાતને મોટી બતાવવા મહેનત કરો છો, તે મહેનત મોટી બનાવવા માટે કરો !' આ તો કહે છે કે-‘અમે સંઘ !' શાણા પૂછે છે કે-‘તમારામાં છે શું ? સંઘ, એ તીર્થંકરની જેમ લાખ વાર પૂજ્ય છે. પણ તમારામાં છે કાંઈ ?' પેલા કહે છે કે‘કંઈયે નહિ. પણ અમે તો સંઘ'. તો શાણાઓને સામેથી કહેવું પડે છે કે-‘તો સંઘ નહિ, પણ પાગલ !'
વાત પણ ખરી છે કે-અક્કડ છાતીએ અને ઊંચી આંખે, સમજ્યા કર્યા વિના-‘અમે સંઘ’ એમ કહ્યા કરે, એ વસ્તુત: પાગલ જ છે. વસ્તુના પરીક્ષકો દુનિયામાં મરી ખૂટ્યા નથી. ચાર દિવસ કદી વાત ચક્રાવે ચઢે, પણ પાંચમે