________________
૪૯૦ -
490
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ હોય તો શાસન જાય એટલે શ્રી સંઘની હયાતીની તો જરૂર છે જ; પણ શાસન ન રહે અને એકલો સમુદાય જ રહે તો તે સંઘ નથી, એ વસ્તુ પણ એટલી જ સાચી છે, એ કદી જ ન ભુલાવું જોઈએ. આજે સામેથી કહેવામાં આવે છે કે, “સંઘ એ કીમતી વસ્તુ છે.” એના ઉત્તરમાં આપણે પણ એ જ કહીએ છીએ કે, કીંમતી છે એમ નહિ પણ મહા કીમતી છે, કારણ કે, શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘ જ પૂજ્ય છે, પણ તે ત્યારે જ કે, જ્યારે સંઘ તરીકે ઓળખાતો સમુદાય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સમર્પિત હોય. વ્યવહારમાં જેમ પાણીને રાખવા એક સામાન્યમાં સામાન્ય ઘડો જોઈએ એ કબૂલ, પણ તે આખો કે કાણો ? અરે, કાણા ઘડા માટે કહેવું જ શું? એ જ રીતે પૂજ્ય શ્રીસંઘની અવશ્ય જરૂર છે, પણ કેવા સંઘની જરૂર છે ? એ જ પ્રશ્નની અત્રે વિચારણા ચાલે છે અને તે ખૂબ મનનીય છે, જે વસ્તુઓ શ્રી સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘ માટે પહેલાંની સાત ઉપમાઓમાં કહી છે, તે જ વસ્તુ સૂત્રકાર મહર્ષિ આઠમા આ મેરૂના રૂપકમાં કહે છે, પણ તેને વિશાળ રૂપમાં કહે છે. શ્રીસંઘરૂપ મેરૂ માટે પીઠરૂપ સમ્યગુદર્શનની દૃઢતાની જરૂર છે, મજબૂતાઈની જરૂર છે. જ્યાં સમ્યગ્દર્શન કે સમ્યગ્દર્શન પામવાની તાલાવેલી નથી ત્યાં સંઘત્વ નથી. એ સમ્યગુદર્શનને પોલું કરનારા દોષો પાંચ છે. એમાં પહેલો દોષ શંકા છે, આજે સામા પક્ષ તરીકે ઊભેલા જૈન સમાજમાં આ પાંચે દોષોએ પૂરેપૂરું સામ્રાજ્ય સ્થાપ્યું છે. કારણ કે, એ વર્ગમાં રહેલા માણસોને તો વાતવાતમાં શંકા પડે છે. વાતવાતમાં કાંક્ષાયે થાય છે. વિચિકિત્સા પણ વાતવાતમાં થાય છે અને મિથ્યામંતિ ગુણવર્ણન અને એનો પરિચય એ પણ એમના જીવનનું અંગ બની ગયું છે.
જો પહેલો દોષ - શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા, તે નીકળી જાય તો બીજા બધા દોષો તો સહેલાઈથી નીકળી જાય. “શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કેમ ન થવી જોઈએ ?' એનો ખુલાસો તો આપણે કરી ગયા છીએ. તેમાં જણાવી ગયા છીએ કે, “શ્રી જિનેશ્વરદેવનાં વચનો સ્વાભાવિક છે, પણ બનાવટી નથી; એટલે કે, યોજના, ઘટના, ઇરાદા કે ઇચ્છાપૂર્વક એ તારકે કંઈ પણ કહ્યું નથી. પણ જે હતું તે જ એ તારકે કહ્યું છે. ઉપકારની ભાવનામાં પણ એ તારકે જે વસ્તુની યોગ્યતા ન જોઈ ત્યાં તે વસ્તુનો નિષેધ જ કર્યો, પણ આગ્રહ ન કર્યો : કેમ કે, એ તારકને હૃદયની ઇચ્છા પાર પાડવા માટે બોલવું હતું એમ ન હતું.”
શ્રી જિનેશ્વરદેવને, એ તારકના સ્વરૂપને અને એ તારક ક્યારે તારક થાય, તીર્થ ક્યારે સ્થાપે એ જો જણાય, તો એ તારકના વચનમાં શંકાને જરા પણ સ્થાન રહે; કારણ કે, એ તારકે તો વસ્તુના સ્વરૂપને જ ખુલ્લું કર્યું છે.