________________
૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૪૯૧
દરેક આત્મા પોતાના સ્વભાવને પામે, એ જ એ તારકની ઇચ્છા ! પોતે પોતાના આત્માનો સ્વભાવ જોયો, જાણ્યો, અનુભવ્યો અને પ્રગટ કર્યો. એ જ રીતે જગતના જીવોને પણ તેમ કરવા એ તાકે આહ્વાન કર્યું. એ તારકે શાસન સ્થાપીને આ કામ જ કર્યું છે. શાસન સ્થાપીને શ્રી જિનેશ્વરદેવ તો એમ જ કહે છે કે, ‘રાગ, દ્વેષ વગેરે આત્માનું સ્વરૂપ નથી; ‘આ મારું - આ તારું' આ ભાવના આત્મસ્વરૂપ નથી; અત્યારે આત્મા જ્યાં ફસાયો છે તે આત્માનું સ્થાન નથી.' તો હવે વિચારો કે, પરમ તારક શ્રી જિનેશ્વરદેવનું શાસન પામીને કરવાનું શું ? એ જ કે, દબાઈ ગયેલા આત્મસ્વરૂપને ખુલ્લું ક૨વું. આમાં વાંધો કોને હોય ? કોઈ આત્માનું સ્વરૂપ ચાર દિવસે ખીલે, તો કોઈ આત્માનું સ્વરૂપ ચારસો દિવસે ખીલે, પણ પુરુષાર્થની ખામીના કારણે જેનું ચારસો દિવસે ખીલે એનો વિરોધ કેમ જ થાય ? કોઈ આત્મા પોતાનું સ્વરૂપ પોતે ખીલવે ત્યાં વાંધો શો ? કહેવું જ પડશે.કે, કશો જ નહિ !
491
આથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાંતોનો વિરોધ કરવામાં ક્ષણવાર પણ ટકી શકવાની વિરોધીઓની તાકાત નથી. એ સિદ્ધાંતોનો જ એ પ્રભાવ છે કે, એમાંની વસ્તુને લીધા વિના વિરોધીઓથી પણ આગળ ચલાતું નથી; આથી જ કહું છું કે, સ્વાભાવિક વસ્તુમાં શંકા ચાલે જ નહિ પણ જેને ‘ઉંડું’ કહેવાની ટેવ હોય, તેને માટે તો કોઈ ઉપાય જ નથી.
વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા !
સભા પણ રામવિજયજીને માને તો ?
કશો જ વાંધો નહિ. આ શાસને કેવળ વ્યક્તિપૂજા વિહિત કરી જ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો ગુણવિશિષ્ટ વ્યક્તિપૂજા છે અને તે ગુણ પણ જે તે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલા સમ્યગ્દર્શનાદિકને અનુકૂળ હોય એવા જ ! બીજું ચૌદ પૂર્વના સારભૂત શ્રી નવકારમંત્રમાં પણ ‘શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન અને શ્રી સાધુ ભગવાન : આ પાંચ પરમેષ્ઠિને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એમાં ક્યાં કોઈ વ્યક્તિનું નામનિશાન છે ! એટલે સૌને માટે તે પૂજ્ય છે કે, જે અરિહંતપણું, સિદ્ધપણું, આચાર્યપણું, ઉપાધ્યાયપણું અથવા તો સાધુપણું હોય ! શ્રી અરિહંતપણાદિકનો જે પૂજારી હોય, તેને જેના જેનામાં પાંચમાંથી એક પણ હોય તેનો વિરોધ હોય જ શાનો ?
આથી તમે સમજી શકશો કે, વ્યક્તિવિરોધી જેવી વસ્તુ શ્રી જૈનશાસનમાં સંભવી જ શકતી નથી. એટલે આજે જેઓ વ્યક્તિના નામે વસ્તુનો વિરોધ