________________
૧૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શાસ્ત્ર કહેલી વાતોમાં શેય, હેય અને ઉપાદેયનો વિવેક તો કરવો પડે ને ! શાસ્ત્રમાં તો બધું આવે. જો બધાને ઉપાદેય માને તો કલ્યાણ થાય ? સત્યના વર્ણન સાથે અસત્યનું વર્ણન પણ આવે. અહિંસાના વર્ણન સાથે હિંસાનું વર્ણન પણ આવે. સમ્યકત્વના વર્ણન સાથે મિથ્યાત્વનું વર્ણન પણ આવે. વિરતિ સાથે અવિરતિનું વર્ણન પણ આવે. સુદેવ સાથે કુદેવનું વર્ણન પણ આવે. સુગુરુ સાથે કુગુરુનું વર્ણન પણ આવે. સુધર્મ સાથે કુધર્મનું વર્ણન પણ આવે. વર્ણન તો બધાં આવે, પણ તેમને ત્યજવાનું અને ઉપાદેયનું આદરવાનું !
પચ્ચીસમા તીર્થકર જેવા બનવા નીકળેલાઓને કહો કે સંઘ બનવું હોય તો કાંક ડાહ્યા બનો ! જરા ધીર, વીર, અને ગંભીર બનો. વાતે વાતે વાયડા ન બનો ! કેવળ દુનિયામાં પડીને ધર્મને ન વિસરો ! સંસાર હેય છે અને સંયમ ઉપાદેય છે-એ સ્વપ્ન પણ ન ભૂલો. જૈનના બચ્ચા માત્રથી આ ન ભુલાય. શ્રી જિનેશ્વરદેવના ભક્ત એવા જૈનને વૈરાગ્યથી વૈર હોય ? એને વૈરાગ્યની વાત સાંભળતાં ગભરામણ થાય ? જેમ શાહુકારના દીકરાને શાહુકારીની વાત જ ગમે તેમ શ્રી જિનેશ્વરના ભક્તને વૈરાગ્યની વાત જ ગમે. રાગી રડે એમાં વિરાગીઓનો ઉપાય જ નથી :
શ્રી જિનેશ્વરદેવનો સેવક કદાચ ત્યાગ સ્વીકારી ન શકે, પણ તેને રાગની વાતોમાં આનંદ ન હોય. સંસારને સેવે તો પણ લખે મને સેવે. સંસાર છોડવા જેવો છે એમ માને અને કહે. સંસારને છોડવા માટે એ બનતી બધી ક્રિયા કરે. ગૃહસ્થ માટે એ વિધિ, તો સાધુ માટે કઈ વિધિ ? સંસારમાં રહો એમાં હરકત નથી—એમ જો કોઈ મુનિ કહે તો એમને પૂછો કે-“આપે કેમ છોડ્યો ? એટલે જ થોડી પણ તેમનામાં સમજ હશે, તો તરત જ ચૂપ થશે.
સભાઃ “સંસાર છોડતાં સ્નેહીઓ રડે તેનું શું ?'
આ પ્રશ્ન પણ અસ્થાને છે. કારણ કે એમાં ઉપાય જ નથી, અરે ! ત્રણ જ્ઞાનના ઘણી, અસંખ્ય ઇદ્રો તથા દેવોના સ્વામી તથા ગુરુ, અને ગમે તેવા રાગમાં પણ વિરાગી રહેનાર એવા તીર્થપતિ પણ પોતે કુટુંબીઓને રોતા મૂકી નીકળ્યા છે, એ કેમ નીકળ્યા ? જો સંસારમાં રહેવું એ ધર્મ હોય, તો આવા વિરાગી વળી અનેકને રોવરાવીને કેમ નીકળે ?
શ્રી તીર્થંકરદેવ, કે જેઓનો દીક્ષા મહોત્સવ કરવા ઇંદ્રો આવે છે, જેમની શિબિકા ઇદ્રો ઉપાડે છે અને જેઓ ત્યાગી થઈને નક્કી તીર્થકર થવાના છે એવું કુટુંબીઓ જાણે છે-છતાંયે રડે છે ! અસંખ્યાત ઇદ્રોના તથા ત્રણ લોકના