________________
12 – ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 – – ૧૨૧ કહેતા ફરે છે કે “અમારો જૈન ધર્મ તો સ્યાદ્વાદ છે. અમારા ધર્મમાં સંયમથી પણ મુક્તિ થાય અને અસંયમથી પણ મુક્તિ થાય.” અરે, આવાઓના સંગે સાંભળવા મુજબ કોઈ કોઈ નામધારી સાધુ પણ સ્યાદ્વાદના નામે કહેવા લાગ્યા છે કે‘ત્યાગ તો સાધુ માટે ! સાધુને ઘર છોડવું એ ધર્મ અને ગૃહસ્થને ઘર ચલાવવું એ ધર્મ. સાધુને બ્રહ્મચર્ય એ ધર્મ અને ગૃહસ્થને પરણવું એ ધર્મ, અમારે અગ્નિને ન અડવામાં ધર્મ અને તમારે અગ્નિ સળગાવવામાં ધર્મ, ગરમી થાય તો પંખો પણ ન હલાવવામાં અમારે ધર્મ અને તમારે ઇલેક્ટ્રિકના પંખા ચલાવવામાં ધર્મ. આ સ્યાદ્વાદ!” પણ એવું કહેનાર સાધુને ડાહ્યો શ્રાવક પૂછે કે-તો પછી “આપે” બધું છોડ્યું કેમ ?? બેય સ્યાદ્વાદુ કહેવાય તો મરીચિએ એમ જ કહ્યું હતું કે- કપિલ અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ-છતાં પણ તેમનો કોટાકોટિ સાગર પ્રમાણ સંસાર કેમ વધ્યો ? ,
- તમે બરાબર સમજો કે, ગૃહસ્થપણું એ ધર્મ નથી. ગૃહસ્થપણામાં સમ્યકત્વ-મૂળ બાર વ્રત એ ધર્મ છે. ગૃહસ્થપણામાં તજવાની બુદ્ધિ એ ધર્મ છે. એવાઓ કહે છે કે ભગવાને પણ બે જાતનો ધર્મ કહ્યો છે. સાધુધર્મ અને ગૃહસ્થધર્મ.' દાખલા તરીકે તેમણે શ્રી નેમનાથ સ્વામીના પ્રસંગે શ્રી કલ્પસૂત્રમાં આવે છે, તે યાદ રાખ્યું છે; શું ? ભાભીઓ કહે છે તે; કૃષ્ણની સ્ત્રીઓ કહે છે કે-“સ્ત્રી વિના અતિથિનું સન્માન કોણ કરશે ? તીર્થયાત્રામાં કોણ આવશે ? જોડી પૂરી કોણ કરશે ? ધર્મક્રિયામાં સાથે કોણ રહેશે ?' આ વાત યાદ રાખી, એ કહીને કહે છે કે-“કૃષ્ણની સ્ત્રીઓ નેમનાથ ભગવાનને આમ કહે છે. એ પણ શ્રાવિકા હતી, આપણે કાંઈ એનાથી ઊંચા છીએ ? માટે ગૃહસ્થ પરણવું !” આ રીતે સ્યાદ્વાદ સમજાવાય છે. આ રીતે જ જો કલ્પસૂત્ર સંભળાતું હોય તો એનાથી તો ન સંભળાય એ જ ઘણું સારું ! '. આવી વાત આવે ત્યારે બધા ઊંચા થઈને સાંભળે માટે કહેનારે બહુ સાવધગીરી રાખવી જોઈએ. ત્યાં જ સ્પષ્ટતા કરવી જોઈએ કે, જેથી સાંભળનાર સમજે કે-આ તો પારકું, આ આપણું નહિ. એ તો સાંસારિક લીલા બતાવી છે. ત્યાં સંસારના જીવોની મનોવૃત્તિ બતાવી છે. ભગવાન શ્રી નેમિનાથ સ્વામી જેવા વિરાગી સામે આવું બોલે, એ કૃષ્ણ-પત્નીઓની સંસારની રસિકતા બતાવી છે. આટલા ઉપરથી સંસાર સેવ્ય માનવાની છૂટ નથી. જેઓ એ વાત ઉપરથી-સંસારની સેવ્યતા સાબિત થાય છે'-આવું માને અને મનાવે, તેઓ * જૈનશાસનના ચોર છે, દુનિયાને ઊંધો પાઠ ભણાવનાર છે અને પાપ બાંધી સંસારમાં રૂલનાર છે. બીજાને ઉન્માર્ગે લઈ જનાર છે.