________________
120
૧૨૦
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ મહર્ષિપણા વગેરેની વાતોનો કોઈ અપલાપ કરવા માગે, તો તેને પૂછવું પડે કેમહર્ષિ થયા પછી પૂર્વાવસ્થા સાથે કાંઈ સંબંધ ખરો ?” આના ઉત્તરમાં કહેવું જ પડે કે-“ના કંઈ નહિ. એટલે ડાહ્યો માણસ તો કહી દે કે-“બસ, પતી ગઈ વાત ! ઘર ભેગા થાઓ, એ રીતે સંયમી માટે પણ કાલની વાત કરનારને ડાહ્યો તો ઘેર જવાનું કહે. “સ્થાનમાં આવ્યા પછી કલંક હોય તો કહે' - એમ કહેવું પડે. દરિદ્રી હતા ત્યારે ઘેંસ ખાતા હતા, પછી શ્રીમંતાઈ આવે ત્યારે “આ ઘેંસ ખાનારો જાય છે –એમ કહેવાય ? નહિ જ. પૂર્વના દોષથી સારી વસ્તુને દોષિત કરવાની બુદ્ધિ હોય, ત્યાં તો સંઘત્વનું લિલામ જ છે. શાસ્ત્ર તો કહે છે કે, ‘પાપમુક્ત બની જો આરાધનમાં એકરસ થાય તો તેવો પાપી પણ એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે છે.”
ભગવતી મરૂદેવા માતા જે સમયે કેવળજ્ઞાન પામ્યાં, તે પહેલાં રોતાં હતાં. ભગવાન શ્રી ઋષભદેવસ્વામી માટે રોતાં હતાં અને ભરત મહારાજને ઉપાલંભ આપતાં હતાં. આ મોહને લઈને રુદન હતું. રુદન પણ જેવું તેવું નહિ. રોતાં રોતાં આંખો ગુમાવી આંધળાં થયાં. એ મોહ કેવો ? હજાર વર્ષ સુધી રોયાં, મોહમાં આંખો ગુમાવી એ વાત ખરી ને ? જો ખરી, તો એ જ ભગવતી મરૂદેવી માતા હાથી ઉપર એક જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામીને મુક્તિપદ પામ્યાં. તો વિચારો કે-માત્ર થોડી જ ક્ષણોમાં પણ કેવું પરિવર્તન થઈ જાય છે ? આ વાતને પણ એ તો ઊંધી જ લેવાના અને કહેવાના કે-“માટે જ અમે ઘેર રહ્યા છીએ, છેક સુધી મોહમાં રહી છેલ્લા અંતર્મુહૂર્ત કેવળજ્ઞાન લઈશું. સાધુને જ કેવળજ્ઞાન થાય એ કાયદો નથી. ગૃહસ્થને પણ થાય છે.” પણ આવું કહેનારા તે બિચારાઓને એ ખબર નથી કે-“આખી જિંદગી સંસારમાં મોહી બનીને રહીશું, અને છેવટે કેવળજ્ઞાન લેશું, કેવળજ્ઞાન માટે સાધુપણાનું કાંઈ કામ નથી.' - એવું માનનારને કદી જ કેવળજ્ઞાન ન થાય, હજાર વ્યક્તિમાં કોઈ વગર નિશાળે ઘેર પણ પંડિત બને, પણ પંડિત બનવાનું સ્થાન ઘર નથી. પંડિત બનવા ઇચ્છનારે નિશાળે જવું જ પડે, કક્કો અને એકડો શીખવો જ પડે ! હજારમાં જે એક એવો થાય; એણે પણ ભવાંતરમાં તૈયારી કરી હોય છે, મહેનત કરી તૈયાર થઈને એ આવેલ હોય છે, પણ આવા કદાગ્રહી તો ત્યાં પણ પાછા પૂર્વભવને ન માને એટલે પત્યું ! આમ છતાં એ એવા ચાલાક (?) છે કે – જો પોતાને અનુકૂળ આવે એવું લાગે તો શાસ્ત્રની વાતનેય આડી ધરી દે ! સ્યાદ્વાદ સિદ્ધાંત એટલે હેય અને ઉપાદેય બંનેય સરખાં નહિ!
આવાઓની સાથે શાસ્ત્રાર્થ થાય ? એવાઓ તો આજે જ્યાં ત્યાં એવું એવું