________________
૧૦ : સંઘ અને સાધુનુ પરીક્ષક તત્ત્વ -10
એક્સરખા નાથ થવાના છે, એવું જાણવા છતાંયે મોહના યોગે એમના કુટુંબીઓ રડે છે. જેનો મોહ ગયો એ તો નીકળે, પણ મોહ રહ્યો એ શું કરે ? એ રડે, એ શાશ્વત કાયદો છે. મ૨ના૨ મરે. પણ જીવનાર તો પોક મૂકે. સૌ સમજે છે કેમરવાનું હતું અને તે મર્યો, છતાં રડે છે કેમ ? એમ મરનાર તો મર્યો, પણ બીજાને એની જરૂ૨ છે માટે ૨ડે છે. વિરાગી તો નીકળે, પણ રાગીની હાલત રોવાની છે એટલે એ રડે. એથી વિરાગીએ કંઈ બેસી રહેવું જોઈએ ?
123
૧૨૩
એક પણ સ્નેહીની આંખમાં આંસુ આવે તો દીક્ષા લેવી નહિ, કેમકેકર્મબંધ થાય, ઓઘો લીધો હોય તો પણ મૂકી દેવો’-આવો કાયદો જો ભગવાન શ્રી મહાવીરદેવે કર્યો હોત, તો આ સાધુની પરંપરા હોત ? અરે, તીર્થંકર ભગવાન પોતે સાધુ થાત ? માટે રાગી તો રડે જ ! જો એ કારણથી ધર્મી ધર્મ કરતો અટકે, તો કોઈ કાળ એવો નથી કે-કલ્યાણ થાય. કોઈ આત્મા એવો નથી કે જે પ્રભુનો માર્ગ સ્વીકારી શકે. અમે નીકળ્યા ત્યારે રોનારાએ રોયું, પછી એમનું રોવું તો અટક્યું, પણ આજે પણ અમારા કારણે બીજાઓનું રોવાનું ખાતું કાયમ છે; દિ ઊગ્યે અમારા નામથી રોનારા છે, એમ કહેવાય છે; એટલે કેઅમારા નામની સાથે કર્મ બાંધનારા છે, પણ એમાં અમારો ઉપાય શો ?
સંઘ વંદ્ય છે, પચ્ચીસમો તીર્થંકર છે, એને વંદન, એની આજ્ઞા શિરોમાન્યપણ એ પચ્ચીસમા તીર્થંકરરૂપ સંઘ હોય કેવો ? દરેક ધર્માત્માને નગરરૂપે શ્રીસંઘ સ્થાન આપે, સંઘનગરમાં વસવાની ઇચ્છાવાળો ધર્માર્થી સંસારને છેદવાની ભાવનાવાળો હોય અને એ જ્યારે સંસારને છેદવા માગે, ત્યારે શ્રીસંઘ એ ધર્મીના હાથમાં ચક્રરૂપ બને અને સાધનહીન આત્માઓને, એટલે કેસંસારરૂપ ભયંકર અરણ્યમાં ભટકતા પણ મોક્ષે જવાની ભાવનાવાળા આત્માઓના સમગ્ર ભારને ઉપાડી લઈ પૂરેપૂરો સહયોગ આપી ઇષ્ટ સ્થાને પહોંચાડવા શ્રીસંઘ રથરૂપ બને. ચોથી ઉપમા કમળની, પણ તે હવે પછી.