________________
૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, માગસર વદ-૧૦, બુધવાર, તા. ૨૫-૧૨-૧૯૨૯
♦ સેવા તો હિતકારીની જ થાય :
• ઉચ્છંખલતાના અદ્ભુત નમુનાઓ :
♦ શું ઋષભદેવ સ્વામીએ વિધવાવિવાહ કર્યો હતો ?
♦ સમાજ ઉપર ભયંકર આક્ષેપ :
♦ પ્રભુમાર્ગને શોષે એ સંઘમાં જ નથી !
૭ શ્રી તીર્થંક૨દેવ ઉપર આક્ષેપ મૂકનારા ઘોર પાપી છે :
♦ દયાધર્મને નામે વિધવાવિવાહ ?
·
કમળ જેવો સંઘ :
♦ જૈનશાસનનું ગુરુતત્ત્વ :
11
સેવા તો હિતકારીની જ થાય :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય છે એમ માની સ્તુતિગર્ભિત ગાથાઓ દ્વારા શ્રીસંઘનું સ્વરૂપ બતાવીને કહે છે કે-એવો શ્રીસંઘ સદા જયવંત વર્તો ! શ્રીસંઘના નામે આજે જ્યારે મનગમતી વાતોનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે-શ્રીસંઘનું સ્વરૂપ કેવું હોય ? તેવા સંઘની સેવા કરવા આપણે તૈયાર નથી, કે જેનાથી આત્માનું અહિત થાય. શ્રી જિનેશ્વરદેવની સેવા પણ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, એમના જેવા બનવા માટે જ કાયમ એમની સેવા કરીએ છીએ, પણ રખડતા રહેવા માટે નહિ ! જે સ્થિતિ એ પામ્યા છે, તે યોગ્ય છે અને એ મેળવવી છે, માટે જ એમની સેવા કરીએ છીએ. જો એ સ્થિતિ મેળવવા જેવી ન હોત, તો આપણે એમને પણ કદી ન પૂજત.
ભગવાન શ્રી મહાવીરદેવને આપણે કેવળ નામથી જ નથી પૂજતા, પણ તે તારક થાતીકર્મ ખપાવી કેવળજ્ઞાની બની ભાવ અરિહંત થઈ ભવ્ય જીવો માટે મોક્ષમાર્ગની સ્થાપના કરી, તે પછી સકલ કર્મોનો ક્ષય કરી, શ્રી સિદ્ધિપદે ગયા માટે પૂજીએ છીએ. આપણે પણ ખર્મ ખપાવી શક્ય હોય તો અરિહંત બની, સિદ્ધિપદે જવું છે માટે શ્રી અરિહંત દેવને પૂજીએ છીએ. શ્રીસંઘને પણ ગુણો