________________
૧૮૪. સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧
- 184 જોઈને જેઓ તેના શરણે થાય, તેઓ આપોઆપ જ શ્રીસંઘમાંથી અલગ જેવા થઈ જાય છે એ વાત નિશ્ચિત છે.
રાહુ ચંદ્રને ગ્રસે છે એ લૌકિક વાત છે અને આ લોકોત્તર વાત છે. લૌકિક અને લોકોત્તર વાતનો મેળ ન મળે.લોકોત્તર તે, કે જે બધા ડગે પણ એ નડગે. ગમે તેવી આપત્તિમાં કે સાહ્યબીમાં પણ સમ્યગુદૃષ્ટિ પોતાના યોગ્ય સ્થાન ઉપર જ રહે; લાખ આવે તોયે પૂજા-સામાયિકાદિ ન ચૂકે. સમ્યગુદૃષ્ટિ તો જે પોતાની પાસે હોય એને તજવા માગે અને ન હોય તે મેળવવા માટે ધાંધલ પણ ન કરે. અધર્મી તો લાખ હોય ત્યાં સુધી લાલ અને પછી કાળા. ધર્મી તો સદાય લાલ જ. શ્રીસંઘરૂ૫ ચંદ્રની કળા એવી જબરી છે કે –અક્રિયાવાદી નાસ્તિકો એને સ્પર્શી પણ ન શકે. શ્રાવકનાં મન, વચન, કાયા કેવાં હોય?
કૃષ્ણપક્ષી જીવોની બુમરાણથી શુક્લપક્ષી આત્માઓએ જરા પણ મૂંઝાવું નહિ. એમને સમજાવાય તો સમજાવો, નહિ તો નાચે તેમ નાચવા ઘો; એમનું ભાગ્ય એમની પાસે. ખોટાઓ સાચાને ઘેરવાના પ્રયત્ન કરે એમાં નવાઈ નથી. સાચા ખોટાને આવા કરવા પ્રયત્ન કરે એમાં વાંધો નથી.
શ્રીસંઘરૂપ ચંદ્રને તપ અને સંયમરૂપ લાંછન છે. એની છાયા ન પડે એ ન બને; ચિહ્ન તો દેખાય જ. એ ચંદ્રમા એવો બળવાન છે કે – એની ફરતા ગમે તેટલા રાહુ ફરે, તોયે એ એના પેચમાં ન આવે કેમ કે એની શુદ્ધ સમ્યકત્વરૂપ કાન્તિ એવી જબરી છે કે એને એ દાબી શકે નહિ. જ્યારે એ રાહુઓ કાંતિ દબાવી શકે એવો સમય આવશે, તે પહેલાં તો પ્રભુનું શાસન નાશ પામશે. પણ પ્રભુનું શાસન નાશ પામવાને હજી હજારો વર્ષોની વાર છે; બીજી વાત એ છે કે એટલી વાર છે એમ માનીને આપણે બેદરકાર બનવાનું નથી, પણ એ શાસનને સાચવવા માટે સર્વસ્વનો ભોગ આપવાની આપણી ફરજ છે.
આપણાં મન, વચન અને કાયા એ શાસનના જ શરણે હોય. મનથી વિચાર કેવા થાય ? શાસનના જ, બીજા નહિ, કદાચ બીજા કરવા પડતા હોય તો તે શાસનથી પ્રતિકૂળ તો નહિ જ. વાત પણ શાસનની જ થાય; કદાચ દુનિયાદારીની વાતો કરવી પડે, તો પણ તે પ્રભુશાસનને વાંધો ન આવે તેવી હોય. કાયા પણ શાસનને માટે વપરાય; કદાચ દુનિયાદારીમાં વાપરવી પડે તો એવી રીતે વપરાવી જોઈએ કે જેથી શાસનને બાધ ન આવે. આનું નામ શ્રાવકપણું. દીક્ષા કે ધર્મક્રિયાની વાત કોને જણાવાય?
દીક્ષાની વાત સંઘને ન જણાવવાનો કે સંઘને ન પૂછવાનો આગ્રહ હોય જ