SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 183 - ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 - – ૧૮૩ સાધુ એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ જો આજ્ઞામાં હોય તો તે સંઘ અને આજ્ઞા બહારના ઘણા હોય તો પણ તે “દ્ધિસમુદો' જ.” એનો હેતુ એ જ કે – “એવો વખત આવે કે જ્યારે મોટો ભાગ પાપાત્માબને અને સત્યપક્ષી કોઈ ન ટકે, ત્યારે એકલાએ પણ મક્કમ રહેવું પણ ખોટાઓના પક્ષમાં ન જવું.' મરતાં સુધી દુંદુભિ તો સત્યનો જ બજાવવો જોઈએ. ગાંડાનું ટોળું આજે મોટું છે. એ ટોળા ઉપરથી એમનાં માબાપનો પણ અંકુશ ઊઠી ગયો છે. માબાપને પણ એ માનતા નથી. દેવને તો આવા જ મૂક્યા છે. ભગવાન શ્રી મહાવીરદેવ નિર્વાણ પામ્યા છે એટલે અત્યારે તો છે નહિ” – એમ કહ્યું એટલે પત્યું; સાધુઓને તો અઢી ચોપડી કે સાડાત્રણ ચોપડી ભણેલા ગણાવે છે વળી કોઈ સાધુને જ્ઞાનનું અજીર્ણ થયાનું કહે છે; અને આગમ ઉપર તો દરેક કાળની છાપ પડ્યાનું કહે છે ! બસ, શુદ્ધ એકલા પોતે. દેવ, ગુરુ, ધર્મ અને આગમને તો “આઘા મૂક્યા, પણ માબાપને કહે છે કે - “તમે તો જૂને ચીલે ચાલનારા છો માટે ગરબડ ન કરો.” આ રીતે તેઓ દેવ, ગુરુ, આગમ તથા માબાપ વગરેને માનતા નથી. સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરનારા પોતાની માતાની જ અવગણના કરે “ચૂપ રહે ડોકરી' એમ કહીને ઊભા રહે છે. દરેકને સરખો હક્ક માનનાર પોતાના બાપની વાતોને હસે છે અને ઠોકર મારે છે. દરેકના વિચારસ્વાતંત્ર્યમાં પોતે માનનારા છે, એવો દંભ સેવનારા એ લોકો ખુદ સાધુઓને પણ બોલવાની ના કહે છે. આમનાં વચન એક કે બે ? આ બધી વાતો મારે કારણસર જણાવવી પડે છે. એ કાયદો છે કે – સમજાવવા બેસવું હોય ત્યારે પ્રસંગ આવ્યે બધું કહેવું. એ પ્રસંગને બધી દિશાથી બરાબર ચર્ચવો અને એ સમજાવેલો પ્રસંગ સાંભળનારના હૈયામાંથી નીકળી ન જાય એટલી કાળજીથી સમજાવવો. શાસ્ત્રકાર એક વાત લખે, ટીકાકાર મહર્ષિ એ વાત સમજાવે, મારા જેવો વાંચીને સમજાવે અને સાંભળનાર સાંભળે, એમાં બીજાને શા માટે ગુસ્સો આવે ? શાહુકારનું વર્ણન ચાલે ત્યાં ચોર ઊંચો-નીચો થાય, એમાં કોઈ શું કરે ? જેઓ પરલોકને શુદ્ધ કરનારી ક્રિયા કરતા નથી, એ ક્રિયાઓ ઉપર જેઓને રાગ નથી અને ઊલટો એનો જેઓ નાશ કરવા મથે છે, એ બધા નાસ્તિકો છે. એ નાસ્તિકો શ્રી જિનેશ્વરદેવના આગમરૂપ ચંદ્રને ગળી જવા માટે રાહુમુખા છે. પણ એવાઓને આ શ્રી સંઘરૂપ ચંદ્ર દૂર ને દૂર રાખી શકે તેવો બળવાન છે. સંઘરૂપ ચંદ્રમા એવા રાહુઓને શરણે કદી જ ન થાય, રાહુઓની મોટી સંખ્યા + eો સાદૂ / , સાદૂનો સાવઝો વ સ વા માગુત્તો સંયો, સેસો પુન સિંથાગો ૨૮૮ | - શ્રી સંબોધપ્રકરણ, સુગુરુઅધિકાર
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy