SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ નહિ અને જો ભૂલે તો તે ભૂલનાર અજાણ ખરો કે નહિ ? વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવાના ખરા, પણ તે એક જ કારણે; અને તે કારણે એ જ કે સંયમનો પ્રચાર સારી રીતે થાય. એમ કહેવાય છે કે ઘીની ધાર કરનારે બરાબર થાળીની મધ્યમાં કરવી, જોઈને કરવી, કે જેથી ભોંય પર ન પડે, ભોજનમાં પડે. એટલે કે એ કથન કંઈ ઘીના સંકોચ માટે નથી. પણ ભોંય પર ન પડે તે માટે છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જોવાનું વિધાન પણ વસ્તુના નાશ માટે નથી, પણ રક્ષણ માટે છે. પરલોકને સુધારનારી ધર્મક્રિયા કઠિન તો છે, પણ એથી આ જમાનામાં એની જરૂર નથી એવી છાપ જો સાધુઓ જ મારે તો પછી એ ક્રિયાઓ કરે કોણ ? એક સાધુ ધર્મક્રિયા કરવાનો ઉપદેશ આપે તે છતાં કોઈ ન કરે તો તે પાપના ભાગીદાર સાધુ નથી થતા, પણ - “ધર્મક્રિયા ન કરે તો ચાલે' એવો ઉપદેશ જો કોઈ સાધુ આપે અને છતાં પણ લોકો ધર્મક્રિયા કરતા જ રહે તો પણ, તે સાધુ તો પાપનો ભાગીદાર થાય જ. સાધુઓની ફરજ અનેક આત્માઓને સંવર તેમજ બોધિબીજની પ્રાપ્તિ કરાવનારી ક્રિયાઓ ન કરવા દેવાની પ્રતિજ્ઞા કરનારાઓને “સમયના જાણ” તરીકે ઓળખાવવા-વાળાઓ અજ્ઞાનતાની અને ઉન્માર્ગગામિતાની પુષ્ટિ કરનારા છે ! કેવળ માનપાનની લાલસા ખાતર અજ્ઞાનતાથી શાસ્ત્રવિહિત ક્રિયાઓ નહિ કરવા દેવાની પ્રતિજ્ઞા કરનારા, સ્વ અને પરના આત્માને આ સંસારસાગરમાં ડુબાવી દેનારા જ છે, માટે કલ્યાણના અર્થીઓએ એવા અજ્ઞાન આત્માઓથી બચવું જ જોઈએ. સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. ભયંકર કાળમાં પણ અભક્ષ્ય ખાવાનું સાધુઓ ન કહે. આજે વીસમી સદીમાં એક ટકો પણ ભાગ્યે જ સાચું બોલનાર હોય, બાકી ઘણાઓ જૂઠું બોલે છે, માટે “જૂઠું બોલવામાં અધર્મ નથી' એમ સાધુથી ન કહેવાય. બહુમતીએ ચાલવું, પણ કોની? આજનાઓ કહે છે કે, બહુમતીએ કામ કરવું જોઈએ; અને મને પણ એક જણ આવી સલાહ આપે છે... પણ હું કહું છું કે બહુમતીએ કરવું હોય તો પ્રથમ સમ્યક્ત્વાદિનો પરિત્યાગ કરવો પડશે, કારણ કે જગતમાં ઉત્તમ વસ્તુઓને પામેલા આત્માઓ ઘણા જ ઓછા છે. જે દિવસે શ્રી જૈનશાસનમાં ગાંડાઓની બહુમતી આવશે, તે દિવસે જૈનત્વનું લિલામ થશે. અહીં ગાંડાઓની બહુમતી ન જ ચાલે. માટે તો ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે, એક
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy