________________
૪૯૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 494 માત્રથી એ સમજે તેવું નથી, હજી અજ્ઞાન છે. તે જ રીતે જે અજ્ઞાનોને ગુણદોષની પરીક્ષા કરતાં જ નથી આવડતી તથા ગુણમાં પણ દોષ કેવી કેવી રીતે હોય છે અને દોષમાં ગુણ પણ કેવી રીતે છે એ જોતાં ન આવડે, તે બિચારાઓ ગુણદોષની પરીક્ષા શી રીતે કરે ? ન જ કરી શકે, એ જ કારણે તેઓની એ ફરજ છે કે, એવી શક્તિ ન આવે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓએ કરેલી પરીક્ષા કબૂલ રાખીને જ ચાલવું જોઈએ. ગુણમાં પણ દોષ !
સભા: ગુણમાં દોષ શી રીતે ?
હું જણાવી ગયો છું કે, સુંદરતા અને સ્વચ્છતા એ ગુણ છે; વેશ્યાની સુંદરતા અને સ્વચ્છતા એ કુળવધૂને પણ ટપે તેવી હોય છે, પણ ઉપકારીઓએ એની સુંદરતાને અને સ્વચ્છતાને અગ્નિની જ્વાળા જેવી કહી છે; કારણ કે, એની સુંદરતા અને સ્વચ્છતા અનેકના શીલનો સંહાર કરનારી છે ! એ જ, રીતે વિચારો કે, ઉઠાવગીરની શાહુકારી કેવી ? ઉઠાવગીર સવાયું પણ વ્યાજ આપવાની ના ન પડે, કેમ કે, આપવા હોય તો વાંધો છે ને ? ટિકિટ પણ ચોડી આપે, કારણ કે, એવાને પાંચ લાભ ભેગા કરી નાદાર બનતાં ઓછી જ વાર લાગે છે ? એ તો મનમાં એમ જ બોલે છે કે, “બસોના લોભે તું સો આપ, પણ એમાંથી હું તને રાતી પાઈ પણ આપવાનો નથી. આ રીતે દેખાતા ગુણમાં દોષ છુપાયેલા છે; માટે સાવધ થાઓ ! માત્ર બહારથી જ સારું દેખીને ઝુકાય નહિ.
દીવાની જ્યોતના ચળકાટમાં મૂંઝાઈને પતંગિયાં પોતાના પ્રાણ ગુમાવે છે, પણ કલ્યાણના અર્થીએ તો એવું ન જ કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે, સમ્યત્વને ટકાવી રાખવા ઇચ્છનારે બધી જ પરીક્ષા કરવી પડશે.
દુનિયામાં પ્રકાશ પણ બે જાતના હોય છે. એક જોવામાં સહાય કરે તેવો હોય છે અને બીજો દેખતાને પણ આંધળા બનાવે એવો પણ હોય છે. આજનો પ્રકાશ આંખો બગાડે એવો છે. આજની લાઇટો આંખોના તેજને હણનારી છે અને વિલાસો પેદા કરનારી છે. આંખને જોઈએ એટલા તેજથી વધારે તેજ આપનારો પ્રકાશ આંખ બગાડે છે. સૂક્ષ્મદર્શક યંત્ર બહુ વાર વાપરવાથી આંખો ખલાસ થાય છે, જેમ યંત્ર બનાવટી, તેમ એ વસ્તુનું સ્વરૂપ પણ ભિન્ન બતાવે છે. હોય થોડું અને બતાવે વધારે. ઘીના દીપકથી મંદિરમાં જે શુદ્ધિ હતી, તે આજે નથી. આજે - વિલાસિતા છે, પણ તમને એ વાત ગળે નહિ ઊતરે, કેમ કે તમે તો નાટકના શોખમાં એવા જ ટેવાયા છો. આ ઘીના દીપકની જ્યોતિ તો સ્નિગ્ધ હોય છે કે જેથી આંખનું તેજ વધે, પણ વીસમી સદીવાળા એ વાત કેમ જ માને ?