________________
495 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? -38
પાદવિહાર :
પહેલાં ગાડાં હતાં, ત્યારે એક્સિડન્ટ (Accident - અકસ્માત) નહોતા બનતા. કદાચ એ ઊંધાં વળે તો પણ આદમી બચે. આજનાં સાધનો તો એવાં કે જરા અકસ્માત થયો કે અનેક લોકોના જીવ જાય પણ એ વાત આ બધાના મગજમાં ઊતરે ખરી ? કહે કે, ‘વીજળીવેગે વધતા જમાનામાં આ બધી વાત ચાલે ? પણ એમને એ ખબર નથી કે સાચી રીતે અને સારી રીતે જીવન જીવવું હશે તો આ જમાનામાં પણ આ જ વાત કરવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. સાચી અને સારી વસ્તુ કોઈએ પણ સાચવી હોય તો શ્રી જૈનશાસને જ સાચવી છે..
૪૯૫
શ્રી જૈનશાસનનો સાધુ પગે જ ચાલવાનો. ઉપકારના બહાને પણ એ વાહનનો સ્વીકાર ન કરે. જેના સ્વીકારથી આત્માને હાનિ, તેનાથી ઉપકારની સંભાવના જ કેવી ? એવી દૃઢ માન્યતા અને શ્રદ્ધા પ્રભુશાસનના સાધુને હોય છે, એ જ કારણે જગદ્ગુરુ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાએ વાહન ન જ સ્વીકાર્યું.
દિલ્હી બહુ દૂર હતું, બાદશાહ ઘણો આતુર હતો, તોયે એ મહર્ષિ તો પ્રભુઆજ્ઞા મુજબ પગે ચાલીને જ ગયા; કારણ કે, એ ઉપકારી તો માનતા હતા • કે, ‘હું વાહનથી જાઉં છતાં બાદશાહ ન પામે તો ? અને ભલે હું ન જાઉં અને એથી આતુરતા વધે તોયે વાંધો નથી, કેમ કે, એ આતુરતામાં પણ લાભ જ રહેલો છે.’ સો સો ગાઉ જાય તેવી ઊંટડીઓ તૈયાર હતી, પણ જો એ રીતે ગયા હોત તો બાદશાહ અકબર અહિંસક ન બનત.
બાદશાહને સૂબાઓએ પણ લખ્યું હતું કે, આવા ફકીર આજ સુધી કદી જોયા નથી. ‘પક્કો મુસલમાન પણ જેની આવી સ્તુતિ કરે છે એ ફકીર કેવા હશે ?' એમ બાદશાહને પણ થયું અને વળી થયું કે, ‘પગે ચાલીને આવે છે એ ફકીર કેવા ઉપકારી !' જો વાહન પર ગયા હોત તો બાદશાહ પણ માનત કે, ‘એ પણ મારા જેવા જ છે' અસ્તુ. એવી જ રીતે આજે કળા પણ નથી. આજે તો માત્ર વિકાર છે. આદમી જ કળા વગરનું પૂતળું હોય ત્યાં કળા હોય પણ ક્યાંથી ?
છે
છતાં માને છે સ્વતંત્ર !
ગુલામ,
સભા ઃ કળા એટલે ?
કળા એટલે વસ્તુના સ્વભાવનું પ્રકટીકરણ, ઓપ ચઢાવવો તે કળા નથી,