________________
૪૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પણ તમે વિભાગમાં એવા ટેવાયા છો કે, જેથી સ્વભાવ તમને રૂચતો જ નથી; માટે જ શુદ્ધ સ્વભાવની મશ્કરી કરો છો.
496
અહીં એમાંના સાંભળવા આવનારા ત્યાં જઈને આ વાત કહેશે, એટલે એ લોકો કહેશે કે, ‘હમ્બગ. સાધુનો ધંધો છે કે ખંડન કરે.' પણ એ અજ્ઞાનો સમજતા નથી કે, ખાંડણીમાં ખોટું હોય તે ખંડાય જ. એમાં બીજા કોઈ શું કરે ? સાંબેલાથી ચોખા ન ભાંગી જાય એ કરામત જોઈએ, પણ છોડાં તો ભાંગવાં જ જોઈએ. આ રીતે વસ્તુનો વિવેક નહિ કરી શકનારા એ લોકો સ્વતંત્રતા માંગે છે, પણ પરતંત્ર બનાવનારી વસ્તુઓથી તો ખસતા જ નથી. પહેલાંના લોકો ઓછા ખર્ચે, ઓછી તકલીફે જીવન નિભાવતા, એમની ધમાલ અને આરંભ થોડા હતા, આગળ ગૃહસ્થના ઘરમાં દીપક એક કે બે કલાક રહેતો અને એ પણ પોતાની સત્તાની વાત હતી, પ્રકાશ ઓછો, ઘોંઘાટ જરા પણ નહિ, વાતાવરણ વિલાસી નહિ એવું પૂર્વે હતું. આજે કેન્દ્રસ્થળ બંધ થાય તો આખી રાત બૂમરાણ ચાલે, કેમ કે, તમારે આખી રાત લાઇટ જોઈએ. આજે સાધન વધ્યાં છે, પણ શાંતિ નથી વધી : ઊલટી અશાંતિ જ વધી છે.
આગળના વેપારીને તાર-ટપાલની રોજ પંચાત નહિ. આજે તો ક્ષણે ક્ષણે તાર-ટપાલની પંચાત. વિચારો કે, સાધન વધ્યાં પણ પરિણામ શું આવ્યું ? શાંતિ વધી કે અશાંતિ ? જિંદગી, વેઠ અને કામ કરવા માટે છે, કે વેઠ અને કામ એ જિંદગી જીવવા માટે છે ? વેપાર માટે તમે કે તમારા માટે વેપાર ? આજનાં લોકો ધર્મક્રિયા માટે કહે છે કે, ‘આ નહિ બને, બહુ કામ છે' પણ કામના માલિક તમે કે તમારું માલિક કામ ? આટલું પણ નહિ વિચારી શકનારા પાછા પોતાની જાતને સ્વતંત્ર કહેવરાવે છે ! આવી મૂર્ખતાના માલિકોને સ્વતંત્ર કહે કોણ ?
ગુલામી કરે અને ઇલ્કાબ સ્વતંત્રપણાનો રાખે એ કેવા ! આવા ઉઠાવગીરો અગ્રેસર થઈને જીવે ત્યાં સુધી દુનિયામાં સુખ નથી. એવાઓને અગ્રેસર ન જ થવા દેવા જોઈએ. એમને તો એમની ખોલકીમાં જ જીવવા દેવા જોઈએ. એવાઓ પોતાની ખોલકીમાં ભલે ગમે તેવાં બોર્ડ ચીતરે, પણ એવાઓને કહો કે, ‘એ બોર્ડ લઈને બહાર આવ્યા તો એ બોર્ડનો અમે ભાંગીને ભુક્કો કરી નાંખશું !' સારી વસ્તુ બહાર મૂકવાનો અમને હક્ક છે, પણ ખોટી વસ્તુઓ બહાર મૂકવાનો તમને હક્ક નથી; રાજ્યનો કાયદો પણ એમ જ કહે છે.
સ્વભાવનું પ્રગટીકરણ
આથી જ આપણે કહીએ છીએ કે, સઘળી જ સ્વભાવસિદ્ધ, માટે જ સત્ય