________________
493 – ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૩ વસ્તુમાં એટલા લોભાવ છો કે સ્વાભાવિક વસ્તુના વિચારનો તમને ખ્યાલ જ નથી. દુનિયા કૃત્રિમ વસ્તુ પર એવી લોભાઈ છે કે, કૃત્રિમતા માટે પોતાનો સ્વભાવ ગુમાવી, તકલીફ વેઠી, પોતે ખરાબ થાય છે અને પોતાના સ્વરૂપને બગાડે છે. આ બધી વાતો શાસ્ત્રોના અભ્યાસીઓ માટે અજ્ઞાન નથી રહી શકતી.
અજ્ઞાત દુનિયાને ક્યાં ખબર છે કે, અજ્ઞાન દુનિયામાં ફસાયેલા છતાં પોતાને અનુભવી તરીકે માનનારાઓ જે નથી જાણી શકતા, તે પ્રભુશાસ્ત્રના સાચા અભ્યાસી સુસાધુઓ જાણી શકે છે. દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી કે, જેનો. વાસ્તવિક ખ્યાલ શાસ્ત્ર ન આપતું હોય ! પણ આજે જૈનજાતિમાં જન્મવા છતાં પણ સર્વથા ભવાભિનંદી બની ગયેલા કમનસીબોને શ્રી જિનેશ્વરદેવના શાસ્ત્ર માટે એક લેશ પણ અભિમાન નથી, નહિ તો એ લોકની આગમ અને આગમાનુસારી મહર્ષિઓ માટે આવી જબાન ન જ ચાલત.
જેઓ સારાને પણ ખોટા સ્વરૂપમાં લેતાં શીખ્યા હોય, તેઓને ખોટામાંથી પણ કળાથી કાઢી શકાતું સારું કઈ રીતે અપાય ? આજના ભવાભિનંદીઓ પોતાની જાતની પ્રભાવના કરાવવાના ઇરાદાથી પોતાને ગુણાનુરાગી તરીકે ઓળખાવવા માંગે છે, પણ આજના એ લોકોને નથી ગુણ જોતાં આવડતું, નથી ગુણની પરીક્ષા કરતાં આવડતી કે નથી ગુણનું વર્ણન કરતાં આવડતું. એ લોકો તો એવા છે કે જ્યાં ગુણ લેવા જાય ત્યાંથી ગુણ મૂકીને તેમાં રહેલા દોષ જ લઈને આવે અને જ્યાં ગુણનું વર્ણન કરે ત્યાં હજારોને મિથ્યાત્વ જ પમાડે.
અજ્ઞાનના યોગે કોઈકનાં વખાણ કરે ત્યાં લખે કે, “આપણામાં છે કોઈ એવો ?' - આમ જ વાટે ! કારણ કે, નથી ગુણ જોતાં આવડતું, નથી ગુણ લેતાં આવડતું કે
નથી ગુણની પ્રશંસા કરતાં આવડતું. આવી દુર્દશા છે ! છતાંય તેવાઓ સમજ્યા વિના બોલી બોલીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે !!! - શુદ્ધાશુદ્ધ, સારું-નરસું અને ધર્મ-અધર્મ એ બધી જ વાતમાં પોતાને પંડિત માનનારા શાસ્ત્રદૃષ્ટિ સમજે છે કે, માત્ર ભણાવેલા પોપટો જ છે ? શાસ્ત્ર તો સમજાય નહિ ત્યાં સુધી મૌન રહેવા ફરમાવ્યું. વ્યવહારમાં પણ જ્યાં સુધી ચાલતાં ન આવડે અને જીભનો ઉપયોગ કરતાં ન આવડે, ત્યાં સુધી પગે ચાલવાનો અને ડહાપણ ડહોળવાનો નિષેધ છે. દૂધ પીતા બાળકનો હાથ મા
જ્યાં ત્યાં અડવા ન જ દે. અંગારાને લાલચોળ જોઈને બાળકો તો પકડવા જાય, પણ સગી મા તેમ કરવા જવા દે ખરી ? છોકરું અટકચાળું બને અને શરીરે ફોલ્લા થયા હોય તો ન ખણવા દેવા માટે હાથ બાંધવા જ પડે, કેમ કે કહેવા