________________
૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? -14
૧૬૯
શાળાઓ છે, તો ૨મતના શિક્ષણની વાત ક્યાં કરો છો ? પહેલાંના કાળમાં જીવોને બચાવવાની શાળા હતી, આજે જીવોને કાપતાં શીખવવાની-કાપીને શિક્ષણ આપવાની પણ શાળાઓ છે. પશ્ચિમમાં પણ આજે વિરોધ થઈ રહ્યો છે કે-માનવને હેવાન બનાવવા હોય તો એમની નજરે જીવતાં જાનવરોની કતલ કરવી, અર્થાત્ - એ રીતે માનવ, માનવ મટી હેવાન બને છે. જે લોકો દયામાં નથી ઊછર્યા, તેઓ પણ શરૂઆતમાં જાનવરોને નજરે કપાતાં જોઈ ઘણે ભાગે બેહોશ થઈ જાય છે. એક મોટા માણસે અમેરિકામાં જાહેર કર્યું છે કે ‘મનુષ્યોએ આવી રીતે હેવાન ન બનવું જોઈએ. જે શિક્ષણમાં હિંસા છે, એમાં ભલભલા પોતાને ધર્મી માનતા ભળે છે. તો રમત જેવા સામાન્ય શિક્ષણની વાત ક્યાં કરો છો ?
169
―
છેવટ એ વાત નિશ્ચિત છે કે-જેઓ પરલોકને સુધારનારી ક્રિયાઓને ઉડાવી દઈને આત્મહિતને જોખમમાં મૂકનારી દુનિયાદારીની ક્રિયાઓને પોષે છે અને એવી ક્રિયાઓને વધારવાનો ઉપદેશ આપે છે. તેઓમાં દીવા જેવું વિના પ્રકાશે પણ જોઈ શકાય તેવું, ખુલ્લેખુલ્લું અને ઉઘાડું નાસ્તિકપણું છે, એમાં જરા પણ શંકા નથી.