SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 = ૪૪૭ વારુ ! હાઉ બતાવનારા હાઉ બતાવીને કંઈ માંગે છે ? પાંચ-પચ્ચીસ આપ તો ન૨ક નહિ મળે એવું કાંઈ કહે છે ? સ્વાર્થ સાધવાને બતાવાતો હાઉ ન મનાય એ વાત ઠીક છે. મા રોતા બાળકને ચૂપ કરવા હાઉ બતાવે એ હાઉ ખોટો, પણ આ તો વગર સ્વાર્થે, નાસ્તિકોની ગાળો ખાવાનું જોખમ વહોરીને, નાસ્તિકોને અપ્રિય થવાની કાર્યવાહી કરીને પણ અને હજારો થઈ બેઠેલા દુશ્મનોની દુશ્મનાવટની પરવા વિના નરકનું જેવું છે તેવું સ્વરૂપ સ્પષ્ટ બતાવે છે, એમાં સ્વાર્થ તો બતાવો ? 447 સભા આર્યસમાજી જેવા થઈ ગયેલાઓ કહે છે કે, જૈનોએ તો કૃષ્ણને પણ નરકે મોકલ્યા છે ! ભલે તેઓ તેમ કહેતા હોય, પણ તેઓના કથનમાં કશું જ સત્ય નથી; કા૨ણ જૈનો કોઈને ના૨કે મોકલતા જ નથી. જીવો નરકાદિ દુર્ગતિમાં ન જાય, એ માટે તો જૈનશાસનનો પ્રયત્ન છે. બાકી જીવો તો પોતાનાં કર્મે જ નરકે જાય છે. કૃષ્ણને જૈનો તો ઊંચી કોટિના આત્મા માને છે, પણ એથી કાંઈ એવા આત્માને પણ કર્મ ઓછું જ છોડે ? ભગવાન શ્રી મહાવીરનો આત્મા પણ સાતમી નરકે ગયો હતો, એમ પણ જૈનદર્શન પોતે જ કહે છે ને ? આથી સ્પષ્ટ છે કે, જ્ઞાનીએ તો બધું જ સ્વરૂપ કે જે સત્ય હતું તે બતાવ્યું છે: એ જ્ઞાનીઓએ એક સ્થાન એવું પણ બતાવ્યું છે કે, જ્યાં દુ:ખ જ નથી, એટલું જ નહિ પણ અનંત સુખ છે. એવી જ રીતે સ્વર્ગમાં સુખ છે પણ તે દુઃખમિશ્રિત અને નાશવંત છે તથા નરકમાં તો દુઃખ છે, એમ જણાવીને તેના હેતુઓ પણ સમજાવ્યા છે. આ જાણ્યા પછી જેને જેની કાર્યવાહી કરવી હોય તે કરે, પણ સ્વરૂપ બતાવનાર ૫૨ ગુસ્સો શા માટે ? આથી સ્પષ્ટ છે કે, કોઈ કોઈને ન૨કમાં મોકલતું નથી, પણ સૌને સૌની . કાર્યવાહી જ યોગ્ય અગર અયોગ્ય સ્થળે લઈ જનારી છે. આ બધા ઉ૫૨થી એ પણ સમજાશે કે, ઇચ્છા મુજબ કરવાનું માનતા હોય તેઓને પણ ચૂપ થવું પંડશે, નહિ તો કરે કાયદો કે, દુનિયામાં પણ મન માને તે જ ક્રિયા કરવી પણ બીજી ન કરવી, તો એ ખરા ! પણ એ થાય તેમજ નથી, કારણ કે, મન ના પાડે એવી તો ઘણીયે ચીજો તેઓ દરરોજ પ્રાયઃ કરી રહ્યા છે. એ રીતે ખરાબ ક્રિયાઓ, એટલે કે, મોહની આધીનતાથી કરવી પડતી ક્રિયાઓ વગર ઇચ્છાએ ચોવીસે કલાક કરો છો, તો સારી એટલે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી ક્રિયાઓને વગર ઇચ્છાએ પણ કરવામાં હરકત શી છે ?
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy