________________
448
૪૪૮ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – શ્રી જિનવચનમાં શંકા થવાનાં કારણો અને તેને દૂર કરવાના ઉપાયો :
આથી અમને નથી રુચતું માટે અમે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ નથી માનતા એ કહેવું વાજબી નથી; કારણ, સાચી અને શંકા વિનાની વસ્તુઓ ન રૂચે એટલા ઉપરથી એ ન સ્વીકારવી, એ તો ભયંકર અજ્ઞાનતા છે. એવી વસ્તુઓમાં કદાચ ઉપકારી પરમર્ષિઓએ બતાવેલા કારણો દ્વારા શંકા થાય, તો એ ઉપકારીઓના જ બતાવેલા ઉપાયોથી એ થયેલી શંકાને ટાળી દેવી જોઈએ, પણ એને સાચવી સાચવીને કે પોષી પોષીને પાયમાલીના પંથે ન જવું જોઈએ.
અજ્ઞાન આત્માઓ પોતાની જ અજ્ઞાનતાને લઈને ઉન્માર્ગે ન ચઢી જાય એ કારણે, જેમ અનેક પરમર્ષિઓએ ફરમાવ્યું છે તેમ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે -
“ભાવાર્થ : “શંકા” આદિ એટલે-૧ “શંકા, ૨-કાંક્ષા, ૩-વિચિકિત્સા, ૪મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને પ-મિથ્યાષ્ટિઓનો પરિચય” આ પાંચેય નિર્દોષ એવા પણ સમ્યકત્વને અતિશયપણે દૂષિત કરે છે.”
આ પ્રમાણે ફરમાવીને એ પરમ ઉપકારી પરમર્ષિ “શંકા' નામના પ્રથમ દોષનું સ્વરૂપ સમજાવતાં ફરમાવે છે કે
*ભાવાર્થ “શંકા” એટલે સંદેહ. એ શંકા બે પ્રકારની છે; એક સર્વનો વિષય કરનારી શંકા અને બીજી દેશનો વિષય કરનારી શંકા. “ધર્મ છે અથવા નથી ?” આવી જે શંકા તે સર્વનો વિષય કરનારી શંકા કહેવાય છે, કારણ કે, “ધર્મ છે કે નથી?” આવા પ્રકારની શંકા એ આખાયે ધર્મની હયાતીમાં જ શંકા પેદા કરાવે છે; આથી, જેમ આખાયે ધર્મની હયાતીમાં જ શંકા પેદા કરાવનારી શંકા, સર્વનો વિષય કરનારી શંકા કહેવાય છે, તેમ એક-એક વસ્તુના ધર્મનો વિષય કરનારી શંકા એ દેશશંકા કહેવાય છે; જેમ કે, “જીવ કેવળ સર્વગત છે, કે અસર્વગત અથવા તો સપ્રદેશી કે અપ્રદેશી - આવા પ્રકારની શંકા એ દેશશંકા કહેવાય છે.
આ રીતે શંકાનું સ્વરૂપ દર્શાવ્યા પછી એ જ પરમોપકારી પરમર્ષિ આગળ ચાલતાં ફરમાવે છે કે – • “કાંક્ષા વિવિદિત્સા માટપ્રાંસનમ્
तत्संस्तवश्च पञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यलम् ।।२१७।। "पञ्चापि शङ्कादयो निर्दोषमपि सम्यक्त्वं दूषयति अलमतिशयेन ।" + “T-દ: સા ૪ સર્વવિઘવા વિષયા ઘ | સર્વવિષય ગતિ વા નતિઃ સર્વ ઇ
इत्यादि । देशशङ्का एकैकवस्तु-धर्मगोचरा-यथा अस्ति जीवः केवलं सर्वगतोऽसर्वगतो वा सप्रदेशोऽप्रदेशो वेति"।