________________
૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9
જન્મ્યા છતાં, કેવા કેવા ખરાબ થયા ? પાછો પલટો પામી કેવા સુંદર બન્યા ? સુકુળમાં જન્મ્યા છતાં, સાદી રહેણી છતાં, સારા સંયોગોમાં રહેવા છતાં, કેટલાક જીવો અધમ બન્યાનાં પણ દૃષ્ટાંતો છે ને ?
99
૯૯
જમાલી ક્ષત્રિય હતા, રાજકુળના હતા. શ્રી મહાવીર ભગવાનના ભાણેજ તથા જમાઈ હતા, પછી એમના જ શિષ્ય થયા હતા, અગિયાર અંગના પાઠી હતા, પાંચસો શિષ્યના ગુરુ હતા, છતાં પણ નિહ્નવ થયા. કર્મવશાત્ જો આવા પુરુષો ચક્કર ખાઈ જાય, તો આજે વીસમી સદીમાં જ્યાં પાપની છાયા છે, ભયંકર વાતાવરણ છે, ત્યાં અયોગ્યતા હોય તેથી અગર કર્મવશાત્ આત્મા ગબડે-એમાં નવાઈ શી ? અયોગ્યને પણ યોગ્ય સંસર્ગ મળે તો સારા થાય, પણ આ તો કહે છે કે, ચોરને તેના પાપનો પશ્ચાત્તાપ થાય, ત્યાર પછી પણ શાહુકાર બનવાનો રાઈટ (હક્ક) નથી. પણ એ વાત કોઈ પણ રીતિએ સંગત નથી.
તેવી જ રીતે સારા ગણાતા પણ બગડી જાય છે, માટે ખરાબ પણ સુધરી ગયેલાઓને જેમ માર્ગમાં લેવાનો હક્ક છે, તેમ બગડી ગયેલાઓને દૂર કરવાનો હક્ક છે અને એ જ હક્કની રૂએ જે માથા પર વાસક્ષેપ નખાયો હતો તે જ મસ્તક ઉપર રાખ પણ નંખાતી. સમજાવવાના પ્રયત્ન છતાં ન માને તો તેવાને સંઘ બહાર કઢાતા. જે સત્તા સજ્જનના હાથમાં હતી અને છે, તે આજે દુર્જનો ઝૂંટવી લેવા માગે પણ તે સત્તા તો તેમના હાથમાં ક્યાંથી આવે ? ન જ આવે. છતાં પણ તેઓ તોફાની થયા છે એ વાત નક્કી છે.
પૂર્વે આજ્ઞારસિકતા બહુ હતી. પૂર્વે તો સંઘે કોઈને અયોગ્ય તરીકે જાહે૨ કર્યો, એટલે પછી એને સંઘમાં સ્થાન નહોતું. શ્રીસંઘ પણ એવો કે-અયોગ્યને જ અયોગ્ય માને. શ્રીસંઘ પ્રભુની આજ્ઞામાં રક્ત હતો, માટે વિરોધી ત્યાં ફાવી શકતો નહોતો. આજના તો કેટલાક પોતાની ૭જાતને સંઘ તરીકે કહેવરાવનાર પ્રભુની આજ્ઞાને આઘી મૂકવાની વાતો કરે છે, માટે સંઘનું સ્વરૂપ સમજાવવાની ફરજ પડી છે. એમાં સર્વવિરતિ પણ આવે જ. એવી કોઈ ગાથા નથી કે-જેમાં દીક્ષા ન હોય. જે હેતુથી ગાથા રચાઈ તે હેતુને કાઢી નખાય ? જ્ઞાનીએ આ બધું શા માટે કહ્યું ? શા માટે લખ્યું ? એક જ હેતુ કે-જગતના જીવો પાપમાર્ગથી છૂટી પ્રભુના માર્ગે આવી મુક્તિપદને સાધે. જે હેતુથી પદ લખાય, તે વસ્તુ જ ઊડી જાય ? આ બધું એ ગાથાઓમાં છે, દરેક શાસ્ત્રમાં છે, પણ હૃદય અને ચક્ષુ હોય તો દેખાય. આંધળા પાસે આરસી ધરાય, તો માથું ફૂટે, આરીસો દેખતાને ગુણદોષ બતાવે અને ચેતવે, ત્યારે આંધળાનું માથું ફોડે. માટે જ શ્રી.