________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પરખ્યું કઈ રીતે ?’-ઉત્તરમાં એણે જણાવ્યું કે-‘સ્થાલીપુલાકન્યાયે !' અર્થાત્‘ખીચડીનો એક દાણો જોવાથી ખીચડી કાચી છે કે પાકી છે, એ જેમ ૫૨ખાય, તેમ બે-પાંચ કથા જોવાથી પારખી લીધું.' શાસ્ત્રજ્ઞાતાઓને કહેવું પડ્યું કે-‘જોતાં જ આવડ્યું નથી. પરિણામની તીવ્રતા અને મંદતા જોવાનું ભાન રહ્યું હોય એમ લાગતું નથી.’ પ્રવૃત્તિ મોટી છતાં જો પરિણામ મંદ હોય તો બંધ અલ્પ પડે, એ વાતનું ભાન ન હોય ત્યાં શું થાય ?
૯૮
“સમ્યગ્દષ્ટ આત્મા યદ્યપિ થોડીક પાપની પ્રવૃત્તિ કરે, તો પણ તેને બંધ અલ્પ છે, કારણ કે-તે નિસ પરિણામથી પાપને કરતો નથી.”
મિથ્યાદ્દષ્ટિ તથા સમ્યગ્દષ્ટિની પાપક્રિયા સરખી હોય. અરે કોઈ વખત કદાચ સમ્યગ્દષ્ટિની પાપક્રિયા વધી પણ જાય, તો પણ મિથ્યાદ્દષ્ટિને બહુ બંધ પડે અને સમ્યગ્દષ્ટિને અલ્પ બંધ પડે. એમાં કા૨ણ પરિણામની તીવ્રતા અને મંદતા સિવાય બીજું શું છે ? શ્રી દઢપ્રહારી અને શ્રી અર્જુનમાલી જેવા થોડા જ સમયમાં આત્મકલ્યાણ સાધી ગયા. કારણ એ જ કે, તીવ્ર પરિણામની ધારાથી બંધાયેલ સર્વ કર્મનો ક્ષય અલ્પ સમયમાં સાધી લીધો. આ બધી દૃષ્ટિએ વિચાર ન કરે, એને તત્ત્વ શી રીતે સમજાય ? વ્યવહારમાં પણ થોડી ભૂલમાં ઘણું નુકસાન અને મોટી ભૂલમાં સામાન્ય નુકસાન-એમ નથી થતું ? મહેનત ઘણી છતાં આવક થોડી અને મહેનત થોડી પણ આવક ઘણી-એવું બને છે ને ? એક માણસને પાંચ મિનિટમાં ગીની મળે તથા એકને બાર કલાક કામ કરે ત્યારે એક રૂપિયો મળે છે-એ શું અનુભવની વાત નથી ? વ્યવહારનો આટલો પ્રત્યક્ષ અનુભવ છતાં, ધર્મકથાનુયોગમાં અયોગ્ય અર્થ કેમ કરે છે ? હેતુ એક જ છે કેશ્રી જિનેશ્વરદેવના માર્ગને ખોટો ચીતરવાની દુર્ભાવના જાગી છે.
જો આજના તે લોકોને અયોગ્યતા જ અપ્રિય હોત તો એના નાશ માટે પ્રયત્ન કરત, પણ આવી તદ્દન માર્ગનાશક પ્રવૃત્તિ ન કરત ! એ બિચારાઓને તો યોગ્યતા કે અયોગ્યતાનું ભાન જ નથી ! એના યોગે એમાંના બોલે છે કે‘આજનો ચોર બીજી સવારે સારો કેમ થાય ?' એમને પૂછીએ કે, ‘ગઈ કાલનો ભિખારી આજે લક્ષાધિપતિ બને કે નહિ ?' ત્યાં ઉત્તર નહિ આપે. ભટકતો માણસ છ-બાર મહિનામાં ખુરશી ઉપર બેસતો પણ થઈ જાય છે. આ તો કહે છે કે‘જન્મથી જ યોગ્ય જોઈએ.’ જન્મે ત્યારથી જ યોગ્ય જોઈએ, તો એવા તો વેઢે ગણાય એટલા પણ નહિ મળે. એવા હોય તો અહોભાગ્ય. સારા કુળમાં
+ "सम्मदीट्ठी जीवो, जयवि हु पावं समायरे किंचि
અપ્પોસિ દોડ્ કંધો, ખેળ ન નિભ્રંથસં દ્ રૂદ્।।"
શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર