________________
૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9
૯૭
આવડત વગર મોટો આડંબર કરાય છે, એવા આડંબરીને તો અવધિજ્ઞાન આવે જ નહિ.
97
એક મુનિવરને કાજો કાઢતાં અવધિજ્ઞાન થયું હતું. શ્રી જૈનશાસનમાં વિધિ મુજબ અને ભાવનાપૂર્વક કાજો કાઢનારને પણ અવધિજ્ઞાન થાય છે. દંડાસણ ફેરવતાં કોઈ જંતુને હાનિ ન થાય, એવા શુદ્ધ ઉપયોગમાં રહેતાં, ભાવનાશુદ્ધિ વધતાં અવધિજ્ઞાન થયું. એ જ્ઞાનથી દેવલોક જોયો, ત્યાં રિસાયેલી ઇંદ્રાણીને મનાવી રહેલા ઇંદ્રને જોયા, એટલે મુનિને હસવું આવ્યું કે તરત અવધિજ્ઞાન ચાલ્યું ગયું.
આજે કોઈ કહે કે-મને અવધિજ્ઞાન થયું છે, તો એના કહેવા માત્રથી એ ન મનાય. કારણ કે-જ્ઞાની પોતાને જ્ઞાની તરીકે ઓળખાવવા નથી ઇચ્છતા. જ્ઞાનીમાં ખપવા માટે ગપ્પાં ઘણાં મરાય છે. કોઈ એમ પણ કહે છે કે- અમે મનના પરિણામ કહીએ છીએ અને અમને દેવલોક આદિ દેખાય છે. વિગેરે.’એવાને તે તે વસ્તુનું સ્વરૂપ પૂછવામાં આવે તો ગોટા જ વાળે. શાસ્ત્રના વાંચનારા જો તે તે વસ્તુનું સ્વરૂપ જાણે, તો જેને જ્ઞાન થાય તે ન જાણે ? ગમે તેમ એમ કોઈ લોચાં વાળવા આવે, તે શાસ્ત્રના જ્ઞાતા પાસે ન ફાવે. ડોળ કરનારને આગમ સીધા ન પરિણમે, આગમ ન ગમે. આગમના જ્ઞાનીને આડંબરની વૃત્તિ ન સ્પર્શે. જેને આગમ જચે તેને આડંબર સાથે વેર હોય.
શાસ્ત્ર રોટલા માટે, માનપાન માટે, પ્રતિષ્ઠા માટે અને આત્મકલ્યાણ માટે પણ વંચાય છે. આગમ જુદા જુદા હેતુથી વંચાય છે, પણ આત્મકલ્યાણ માટે વંચાય તો જ આગમ પરિણમ્યું મનાય. આજે સંસ્થાઓના વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ લે છે, પણ એ એમને ફળતું નથી એનું કારણ શું ? એ જ કે-કેવળ આજીવિકા માટેના ભણતરને ભણવા માટે, નિયમ તરીકે ધાર્મિક શિક્ષણ ભણવું પડે છે. માટે ભણે છે. એમને કાંઈ ભણવાની ઇચ્છા નથી કે રસપૂર્વક વાંચે જેથી તે આત્મામાં પરિણમે. એની સામે તત્ત્વની વાત ચાલે ત્યારે એ હસે, ઊલટી મશ્કરી કરે, પણ ધાર્મિક શિક્ષણ વગર ટટ્ટુ નભતું નથી, માટે જરા વાંચી લે છે. બાકી કહે છે કે-આ તો બધાં ગપ્પાં છે ગપ્પાં. કહો, હવે એવાઓને ‘જ્ઞાન પરિણમે શી રીતે ?’
કથાનુયોગમાં આવતી વાતોને ખોટી કહેનાર અજ્ઞાની છે !
પણ
એક જણે કહ્યું કે, ‘શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કથાનુયોગ મોટો છે, પંચાણું ટકા ખોટો છે. કારણ કે-કર્મના સિદ્ધાંતની સાથે મેળ ન ખાય તેવો છે. અર્થાત્-એ કથાનુયોગ દ્રવ્યાનુયોગનો ઘાતક છે.' એમ કહેનારને પૂછ્યું કે-એ