________________
કા7 – ૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 – ૫૧૭ મર્યાદા હોય ત્યાં લાચારી બતાવે ત્યાં સુધી ઠીક, પણ આચાર પર આક્રમણ લાવે તો કહેવું જ પડે કે, એ જાતિમાં પણ રહેવાને લાયક નથી.
બ્રહ્મચર્ય ધરે તે બ્રાહ્મણ. જે બ્રહ્મચર્ય ન ધરી શકે પણ ધરવા જેવું માને તે પણ બ્રાહ્મણ. “બ્રહ્મચર્ય કામનું જ નથી એમ કહે તેને બ્રાહ્મણ કેમ કહેવાય !
કાં તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પાળો, ન પળાય તો પણ પાળવા જેવી છે એમ માનો. પરંતુ ન પળાય અને ન મનાય તો જૈન તરીકે રહી શકાય નહિ. કાં તો જિનમંદિર બંધાવો, ન બંધાવાય તો અનુમોદન કરો, પગે લાગો, પણ મંદિર દેખીને મંદિર સામે આંખ કાંઢો એ નભે નહિ. એનાથી જૈન તરીકે રહેવાય નહિ.
કાં તો ધર્મક્રિયા કરો, ન થાય તો કરનારને ધન્ય કહો, પગે લાગો, પણ ત્યાં કરડી આંખે ન જોવાય; એવી રીતે જોનારમાં જૈનત્વ ટકી શકતું નથી. આ વિદ્યાનો અર્થ , કે જે વિદ્યા ભણે અગર ભણવાને ઇચ્છે. પણ કહે કે, ભણેલા કુંભાર અને હું ડાહ્યો !” તો? શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજના નામે !
જે શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ ન માને અને એમના અનુયાયીઓને સર્વજ્ઞના માર્ગને અનુસરનાર ન માને, તેને જૈનશાસન હયાત છે, એમ કહેવાનો અધિકાર નથી. શ્રી જિનેશ્વરદેવને સર્વજ્ઞ માને અને પરંપરાએ ચાલ્યા આવતા આચાર્યો એમની આંખે આવે, તો પૂછો કે, “શાસન આવ્યું ક્યાંથી?” જે જે આચાર્ય ઉન્માર્ગી થયા તેઓને તો આ શાસને બહાર મૂક્યા છે, પણ નિભાવ્યા નથી.
આજનો એક સ્વચ્છંદી શ્રી સિદ્ધસેન દિવાકરના એક સ્વતંત્ર વિચારને પકડે છે, અને કહે છે કે, “જોયું ! આગમથી પણ સ્વતંત્ર વિચાર કર્યોને !” પણ એ બદલ ગુરુએ એમને ઠપકો આપ્યો અને એ ગુરુને પગે પડ્યા, માફી માંગી, ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું અને એ પ્રાયશ્ચિત્તનો પોતે સ્વીકાર કર્યો. આ બધું એની નજરે આવતું જ નથી ! અર્થાત્ એને એ લોકો અડતા નથી.
સભાઃ એટલું મનોબળ કાચું ને ?
ભાંગી જાય, પણ ખોટાને ખોટું જાણ્યા છતાં વળે નહિ, એનું મનોબળ પાકું એમ ? એને તો શાસ્ત્ર અનંતાનુબંધી માન કહે છે. અસ્તુ.
એવી જ રીતે શ્રી સિદ્ધસેન દિવાકર રાજાને ઉપદેશ દેવા પાલખીમાં બેસીને જતા હતા એ વાત એમણે ઉપાડી. પણ ગુરુએ આવીને ભૂલ બતાવી અને શ્રી સિદ્ધસેન દિવાકરે કબૂલ કરી, એને અડતા નથી. એ તો કહે છે કે,