________________
105 – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9 – – ૧૦૫
ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.”
આ પ્રમાણે સાંભળી ફરીથી તે મહર્ષિએ પ્રભુને પૂછયું કે - ‘ત્યાં અમે આરાધક થઈશું કે નહિ ?” આના ઉત્તરમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ ફરમાવ્યું કે - ‘તારા વિના સર્વે પણ આરાધક થશે.” આ સાંભળીને પરમ ઉપકારી એવા તે પરમર્ષિ શ્રી સ્કંદસૂરીશ્વરજી બોલ્યા કે : જો એમ જ છે, તો મારે બધું જ પૂર્ણ છે.”
એમ કહી તે મહર્ષિએ “કુંભકારકટ' નગર તરફ જવા માટે વિહાર કર્યો, કેમકે-પાંચસો તો તરશે, એ મનોવૃત્તિ છે.
જૈનશાસનની આં મનોવૃત્તિ છે. પોતાના નિમિત્તે પાંચસો તરે, તો પછીથી પોતાનું જોયું જશે! આ ભાવના. આમાં ઇરાદાપૂર્વક પોતાનું બગાડવાનું નથી, એ યાદ રાખો. બગડવાનું છે એ વાત નક્કી છે-એમ ભગવાન પાસેથી જાણ્યું, એટલે પોતે વિચાર્યું કે-મારું તો બગડવાનું છે જ, તો આ પાંચસો ભલે તરી જાય.’ આ રીતે જેનાથી પોતાથી ધર્મ ન આરાધી શકાય, તે બીજાને તો ધર્મસાધનમાં સહાયક થાય જ. • ' પોતે વિરાધક બનવાના, એ જ્ઞાનીથી જાણ્યું એટલે પાંચસોને તારવાનો લાભશું કામ ગુમાવે ? આજે આપણને કોઈ કહે કે-“તારું તો આમ થશે, પણ આ રીતે લાખોને લાભ છે !” તો એ લાભ કોણ ગુમાવે ? લાખ જણા સહાયક તો થાય ! તમને ધર્મ આપવાનું કારણ શું ? એમાં અમારો પણ સ્વાર્થ છે. તમે અમને હારી જતાં જુઓ તો બચાવો, તમે પામેલા હો તો અમને પમાડો, જેમ તમને ગબડતા જોઈને અમે કરડા શબ્દ કહીને પણ બચાવજો ! જેમ તમને બચાવવા માટે કરડું કહેવાનો અમને અધિકાર છે, તેમ અમને બચાવવા માટે કર કહેવાનો તમને પણ અધિકાર છે, હક્ક છે. પણ જો ગબડાવવા આવ્યા, તો તેના જેવું બીજું કાંઈ ભૂંડું પણ નથી. અમને આપત્તિમાં જોઈને સહાય થાય તો કરજો, પણ ધર્મથી ખસેડવા ન આવતા, ઢીલા પાડવા ન આવતા.
त्वां विनाऽऽराधकाः, सर्वेऽपीत्याख्यद् भगवानपि । પર્વતf૪ સપૂસિયૂવન્તા ઃોડવત્ રૂ૪૬.
- ત્રિ. શ. પુ. ચ. પર્વ. ૭, સર્ગ-૫