SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ 323 – ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૨૩ કોઈ કહે કે, “વ્યાપાર વગેરેની મંદી છે માટે પૂજા છોડી દીધી.” તો “ભલે ત્યારે એમ સાધુ કહે ? નહિ જ. સાધુ તો સમજાવે કે, વેપારની મંદી શાથી ? પુણ્ય ખૂટ્યું છે માટે જ આ દશા આવી છે, અને જો આ દશામાં ધર્મક્રિયાઓ છોડી દીધી, તો હાલત હજી પણ બગડશે. આરંભ-પરિગ્રહની કરણી માટે પૂછવા આવનાર ગૃહસ્થને સાધુ ‘હા’ કહે ? નહિ જ. કદાચ સામો ન સાંભળે એમ લાગે તો મૌન રહે, પણ “હા” કેમ જ કહે ? અને “હા એ હા' કહે તો પરિણામ પણ ભયંકર જ આવે ! આથી સમજી શકાય તેવું છે કે, અસત્ય વસ્તુને અસત્ય સ્વરૂપમાં જગતના ભલા માટે પ્રગટ કરવી, તે પણ સમ્યગુદર્શનની સેવા જ છે. ઘર્મોપદેશકનું કર્તવ્ય લૌકિક દૃષ્ટિએ મહાવ્રત પાળવા હોય તે છતાં પણ જે પ્રભુની આશાને આધી મૂકે, તેનામાં મહાવ્રતો રહી શકતાં જ નથી. આ કારણે ભદ્રિક જીવોના શ્રેય: માટે એવાઓને જરૂરી પ્રસંગ ઉઘાડ કરવામાં પણ હરકત નથી, જોકે એવાઓને ઉઘાડા કરવામાં તો B મોટો વિગ્રહ થાય, કારણ કે, એવાઓ તો સામાનો જાન લેવાની પણ તક શોધે ! ખોટી વાતો ફેલાવે, ખોટા આરોપ મૂકે, જંગ મચાવે, ઘાંઘલ કરે, પણ તેમાં પ્રભુમાર્ગનો ઉપદેશક શું કરે ? શાસ્ત્ર કહે છે E - કે, શક્તિ હોવા છતાં અયોગ્યતા વઘવા દે અને રોકવાનો પ્રયત્ન ન E કરે, તો તે વિરાઘક ભાવને પામે છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy