________________
૨૭: સંઘમેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, વીર સં. ૨૪પક,વિ.સં.૧૯૮૧, પોષ સુદ-૧૦, શુક્રવાર તા. ૧૦-૧-૧૯૩૦
27 |
• દંભક્રિયાથી આત્મશુદ્ધિ ન થાય !
વજપીઠના વર્ણન દ્વારા શ્રી સંઘરૂપ મેરૂની સ્તવના : • તત્ત્વભૂત અર્થની શ્રદ્ધા કેળવો ! • પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે : • પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ : • દુનિયાની સાહ્યબી પણ કોને ? ૦ જેટલી ઇચ્છાઓ વધારે એટલું દુઃખ વધારે : • દરેક ક્રિયાઓ આત્મશુદ્ધિ માટે કરો ! :
મુનિપણું સાચવવામાં જ મુનિનું કલ્યાણ છે : શાસનની પાછળ મરતાં શીખો !
દંભ ક્રિયાથી આત્મશુદ્ધિ ન થાય?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી જિનેશ્વરદેવ પછી પૂજ્ય કોટિના શ્રીસંઘને સાત ઉપમાથી સ્તવી ગયા; હવે મેરૂશૈલની ઉપમાથી સ્તવે છે. સામાન્યતયા મેરૂનું વર્ણન પણ આપણે કરી ગયા. સ્થિરતા માટે શ્રીમેરૂની ઉપમા આપવામાં આવે છે, એનું કારણ એ છે કે, એની પીઠ વજની છે અને મજબૂત છે. એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. આ ચાર વિશેષણો શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વિજયી પીઠમાં પણ જોઈએ જ ને ? મજબૂત પીઠ વિના ઉપરનું તમામ કામ નકામું છે. જેમ વસ્તુ ઊંચી, તેમ પીઠ ઊંડી અને મજબૂત જોઈએ અને એ પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. જો તે તેવી ન હોય તો તેને તેવી બનાવવી જોઈએ. એ ન બને તો વસ્તુ ન ટકે.
શ્રીસંઘરૂપે મેરૂની પીઠ સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજની છે. સમ્યગદર્શન વિનાનું જ્ઞાન તે જ્ઞાન નથી અને ચારિત્ર તે ચારિત્ર નથી. સમ્યગુદર્શન જાય તો સમ્યગુજ્ઞાન પણ જાય અને સમ્મચારિત્ર પણ જાય ! સમ્યગુદર્શન વિનાના જ્ઞાનની કે ચારિત્રની કશી જ કિંમત નથી. અધિક જ્ઞાન તથા ચારિત્ર ન હોય, છતાં પણ જો તેનામાં શુદ્ધ દર્શન હોય તો તે માર્ગસ્થ કહેવાય છે.