________________
'વા.
325 – ૨૭ સંઘ મે જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 – ૩૨૫
વસ્તુ માત્રને સમ્યફ પ્રકારે જોવી અને માનવી, એનું નામ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન એટલે તત્ત્વરુચિ અને એ હોય તો જ જ્ઞાન તથા ચારિત્ર આવે અને ફળે. આ સમ્યગુદર્શન રૂપી વજ પીઠ હોય અને એ પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તો જ શ્રીસંઘને મેરૂની ઉપમા ઘટે.
વિચારો કે, પીઠમાં પોલાણ ચાલે ? કહેવું જ પડશે કે ન ચાલે. ઉપરની શોભા તો પછી પણ આવે, પણ પીઠ તો મજબૂત હોવી જ જોઈએ. ઝાડનું મૂળ મજબૂત હોય તો ડાળાં-પાંખડાં લાવવામાં બહુ મહેનત નથી.
સમ્યગ્દર્શન એ જ શ્રીસંઘની વજમયી પીઠ છે. મેરૂને પણ વજની પીઠ છે. વજ એ રત્નની જાત છે અને તે મજબૂત છે, એ કોઈથી ભેદાય નહિ, મોટા મોટા પહાડને પણ એ ભેદી શકે છે, પણ એને કોઈ ભેદી શકે નહિ ! અને અહીં સમ્યગુદર્શન એ મોક્ષનું પહેલું અંગ છે માટે જ એ વજકલ્પ છે. - હવે વિચારો કે, પહેલા જ અંગમાં સડો લાગે તો હાલત શી થાય ? મહિના મહિનાના ઉપવાસ કરનારા તથા કાયકષ્ટ ભોગવનારા તો ઘણા મળે, પણ મજબૂત અને શુદ્ધ દર્શનવાળા મળવા મુશ્કેલ છે અને એ બધાનો આધાર સમ્યગુદર્શન ઉપર જ છે. જૈનશાસનને જાણનાર કોરા જ્ઞાનીને કે કોરા તપસ્વીને જોઈને ન મૂંઝાય. એ તો જુએ કે, એમાં મુખ્ય વસ્તુ છે કે નહિ ? ઇતરમાં પણ તપ તો હોય, છતાં પણ સમ્યગદર્શન વિનાના તપથી અહીં મહત્તા નથી સ્વીકારી. વસ્તુ વિનાનો આડંબર કરવો એ દંભ છે. કાં તો વસ્તુ પામવી જોઈએ અને કાં તો પામવાની ઝંખના જોઈએ. દાંભિક ક્રિયા, વિરુદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી ન આત્માને તારતી નથી, કારણ કે, દંભંક્રિયાદિથી આત્મશુદ્ધિ નથી થતી. દંભ વિનાની અને શુદ્ધ હૃદયની, શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે. વિજપીઠના વર્ણન દ્વારા શ્રીસંઘરૂપ મેરૂની સ્તવના: ' હવે આપણે જોઈએ કે, પીઠના વર્ણન દ્વારા શ્રીસંઘરૂપ મહા મંદરગિરિની સ્તવના કરતાં, સૂત્રકાર મહર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું ફરમાવે છે ? તેઓ શ્રી ફરમાવે છે કે --
જેને સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજમયી દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠ છે તેવા શ્રીસંઘરૂપ મહામંદરગિરિને વિનયથી નમ્ર બનીને હું વંદન કરું છું.
१. सम्मदसंणवरवइर-दृढरुढगाढावगाढपिढस्स ।
વંષિ વિષપાનો, સંઘમદાવંતરિ II”
- શ્રી નંદિસૂત્ર