SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આ જ વસ્તુને સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા લખે છે કે ૩૨૭ ‘જીવ, અજીવ આદિ તત્ત્વોના અર્થોનું જે અવિપરીત શ્રદ્ધાન તેનું નામ સમ્યગ્દર્શન. તે જ મોક્ષનું પ્રથમ અંગ હોવાથી સારભૂત છે અને શ્રીસંઘરૂપ મહામંદરગિરિની શ્રેષ્ઠ વજરૂપ પ્રથમ ભૂમિકા છે અને તે નિષ્પકમ્પ, ચિરપ્રરૂઢ નિબિડ અને નિમગ્ન છે. 326 આ ઉપમાનમાં શ્રી મેરૂપર્વતના પક્ષમાં તો તેનું દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ વિશેષણોથી વિશિષ્ટ વજ્રરત્નમય પીઠ છે એ તો સુપ્રતીત છે, એટલે એ વિષયમાં ખાસ કંઈ કહેવા જેવું નથી. “પણ શ્રી સંઘરૂપ મહામંદગિરિના પક્ષમાં તો સમ્યગ્દર્શન રૂપ જે શ્રેષ્ઠ વજ, તન્મય શ્રી સંઘરૂપ મહામંદરગિરિવરનું પીઠ છે. “તે પીઠ શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ દોષોરૂપ છિદ્રોથી રહિત હોવાના કારણે, તેમાં પરતીર્થ સંબંધી વાસના રૂપ જલના પ્રવેશનો અભાવ હોવાથી, તેને ચલિત કરવું અશક્ય છે, એથી દૃઢ છે. અને પ્રતિસમય વિશુદ્ધ થતું હોવાથી ચિરકાલ સુધી પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તે છે, તેથી રૂઢ છે. પ ‘તથા તત્ત્વવિષયક તીવ્ર રુચિસ્વરૂપ હોવાથી ગાઢ છે. “તેમજ સમ્યક્ પ્રકારના અવબોધ દ્વારા જીવાદિક પદાર્થોમાં પ્રવિષ્ટ હોવાથી તે અવગાઢ છે. આ પ્રકારે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ શ્રી સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ પીઠવાળા શ્રીસંઘરૂપ મહામંદરરિગિરને હું વંદન કરું છું.” १. “सम्यक् अविपरीतं दर्शन तत्त्वार्थश्रद्धानं सम्यगदर्शनं तदेव प्रथमं मोक्षाङ्गतया सारत्वा-द्वरवज्रमिव सम्यग्दर्शनवज्रं तदेव दृढं निष्प्रकम्पं रूढं चिरप्ररूढं गाढं निबिडमवगाढं निमग्नं पीठंप्रथमभूमिका यस्य स तथा, २. इह मन्दरगिरिपक्षे तु वज्रमयं पीठं दृढादिविशेषणं सुप्रतीतं, सङ्घमन्दरगिरिपक्षे तु सम्यग्दर्शनं वरवज्रमयं पीठं । 3. दृढं शङ्कादिशुषिररहिततया परतीर्थीकवासनाजलेनान्तः प्रवेशाभावतश्चालयितुमशक्यम् । ४. रूढं प्रतिसमयं विशुद्धमानतया प्रशस्ताध्यवसायेषु चिरकालं वर्तनात् । ५. गाढं तीव्रतत्त्वविषयकरुच्यात्मकत्वात्, ५. अवगाढं - जीवादिषु पदार्थेषु सम्यग्बोधरूपतया प्रविष्टं तं वन्दे ।” - નંદિસૂત્ર ટીકા
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy