________________
૪૩૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – ઉપકારીઓએ “જાતવાન ધર્મી થાય” એમ કહ્યું, પણ “કજાત ન જ થાય એમ ન કહ્યું; કેમ કે, એ આત્મગુણ છે; વખતે ત્યાં પણ યોગ્ય સામગ્રી મળી જાય તો થાય. નાટક કરતાં વાંસડે ચડીને નાચતાં પણ કેવળજ્ઞાન થયું એ કબૂલ રાખ્યું, કેમ કે, એ આત્મગુણ છે. પણ એ બધાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનાં સાધન છે, એમ ન કહ્યું ! છતાંય આજના કેટલાકો એમ પૂછે છે કે, ત્યાં આત્મગુણ પ્રગટે કેમ, આત્માના ગુણો ગમે ત્યાં ગમે તે રીતે પ્રગટ થાય; તો પણ કેમ થાય ? એમ ન પુછાય.
આજના જેવા જો ત્યાં ઊભા હોત, તો પૂછતા કે, “તને કેવળજ્ઞાન થયું કેમ ? બતાવ અમને, થાય શી રીતે ?' પણ એ જાણતા નથી કે, યોગ્ય સામગ્રી મળી જાય તો ગમે ત્યાં અને ગમે તેવા પ્રસંગે આત્માના ગુણો પ્રગટવામાં હરકત નથી. :
હવે વિચારો કે, ક્ષણ પહેલાંના નાટકિયાને કેવળજ્ઞાન થાય, તો ગઈકાલના પ્રપંચીને પણ આજે વૈરાગ્ય થાય, એમાં વાંધો શો છે ? આથી જ શત્રે કહ્યું છે કે, અમુક ગુણવાળાને વૈરાગ્ય સહેલો એ સાચું, પણ બીજાને ન જ થાય એમ નહિ. વૈરાગ્યને કચડો નહિ, પણ પુષ્ટ કરો !
માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ છે. એવા આત્માને માટે ધર્મ પામવો સહેલો છે એમ કહ્યું છે. એ પાંત્રીસ ગુણોમાં ન્યાયસંપન્નવિભવ, પાપભીરુ અને ઇંદ્રિયજય' આ ત્રણ ગુણ પણ છે. એ અને બીજા ગુણો આવે તો ધર્મ સહેલાઈથી પામે, પણ જે આત્મામાં એમાંનો એક પણ ગુણ ન હોય, અરે ! પાપને પાપ માનતો ન હોય એવી પણ વ્યક્તિ ધર્મ સાંભળવા આવે - ધર્મ સંભળાવવાની પ્રાર્થના કરે તો ના પડાય ? નહિ જ, કારણ કે, એક પણ ગુણ ન હોય એ ધર્મ ન જ થાય એમ નથી અને એમ જો હોય તો તો સંસારમાંથી કોઈ મુક્તિ પામે જ નહિ.
આત્માના સ્વાભાવિક ગુણ ખીલવવા માટે આવરણો ખસવાની જરૂર છે. ગોશાળાએ શ્રી જિનેશ્વરદેવની ભયંકર આશાતના કરી; શાસ્ત્ર અને અધમ કહ્યો; જેની પાસેથી પામ્યો તેના પર જ એણે તેજોલેશ્યા મૂકી; એ ગોશાળાને છેલ્લી ઘડીએ પણ, શુદ્ધ ભાવનાના યોગે કર્મનો ક્ષયોપશમ થયો તો તે સમકિત પામ્યો; એના મરણ પછી શ્રી ગૌતમ સ્વામીજીએ ભગવાનને એની ગતિ પૂછતાં, ભગવાને કહ્યું કે, “એ બોધિ પામ્યો અને બારમા દેવલોકે ગયો.”
આવરણ ખસ્યું એટલે એને પણ બોધિપ્રાપ્તિ થઈ; આથી સ્પષ્ટ થાય છે કે, આજે અમુકને “વૈરાગ્ય કેમ થયો ?” એ ન પુછાય. વૈરાગ્ય થાય તો એને પુણ્યવાન મનાય; પછી તો એને હાથ જ જોડાય.