________________
47 - ૩૭ શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૭૭ ખેડૂતને ? જેમ ફલાદિકના મૂળને દુનિયાના ખેડૂતો ખીલવે છે, તેમ આ મૂળને આ ખેડૂતોને ખીલવ્યું. તમે ભાગ્યશાળી હો તો એનાં આ ફળ ખાઓ ! પણ આ લોકો તો કહે છે કે, “અમે જેને ન ખીલવી શકીએ તેને અમે કેમ જ માનીએ ?” પણ એ ઊંધી મતિના ઇજારદારોને ખબર નથી કે, જેનામાં તાકાત હોય તે જ ખીલવે અને તાકાત હતી એણે જ ખીલવ્યું છે.
જેઓ એકલા મૂળને પકડીને બેઠા છે, તેઓને આપણે કહીએ છીએ કે, તમે લોકો એકલા મૂળ શબ્દોને પકડીને બેઠા છો, એટલે જ પરસ્પર અસંગત અર્થ કરો છો અને એ જ કારણે સાચી વસ્તુ કહી શકવાને બદલે ગપ્પાં મારો છો. એના કરતાં તો મૂળને સંગત જેટલું હોય તેટલું બધું જ માનો ને ! જે જે મૂળને સંગત ન લાગતું હોય તેને પુરવાર કરો. જો એ તાકાત નથી તો પછી મહાપુરુષોએ કહેલી વાતોને પ્રેમથી સ્વીકારો, અન્યથા મિથ્યાદૃષ્ટિ છો જ, કારણ કે, “સૂત્રમાં કહેલો એક અક્ષર એટલે મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાદિમાંનો એક પણ અક્ષર જેને ન રૂચે તે મિથ્યાદૃષ્ટિ છે.” એમ મહાજ્ઞાનીઓ ફરમાવે છે.
સભાઃ પંચાંગી તો પાછળથી થઈ ને ?
વસ્તુસ્વરૂપે તો મૂળ અને તેની સાથેનાં ચારે એટલે કે, પાંચે શરૂઆતથી જ છે. કારણ કે, ૧. મૂળ એટલે તો મૂળ અને ૨.બીજું અંગ નિર્યુક્તિ એટલે સૂત્રમાં લોલીભૂત થઈને રહેલા અર્થોને ગંભીરતાથી સમજાવનારી ગાથાઓ, ૩. ત્રીજું અંગ ભાષ્ય એટલે એના જ અર્થને ગંભીર અને સુવિશદ શબ્દોમાં કહેનારું અને ૪. ચોથું અંગ ટીકા એટલે એના જ અર્થનું વિસ્તારથી વિવેચન કરનાર તથા પ. પાંચમું અંગ ચૂર્ણિ એના જ અર્થનું પ્રાકૃત ભાષામાં વિવેચન કરનાર.' પંચાંગીનું સ્વરૂપ જ આ છે, એટલે એમાં કશી જ નવીનતા નથી; અર્થાત્ પ્રભુશાસનની ખૂબ જ એ છે કે, એમાં કોઈ પણ પોતાનું નવું કહેવાને ઇચ્છતું જ નથી, કારણ 'કે, એ શાસનને પામીને લખનારા બનેલા સઘળાય ભવભીરુ હોઈ, કોઈ પણ શ્રી તીર્થંકરદેવોના કથનથી એક પણ અક્ષર વિરુદ્ધ બોલનાર નથી હોતા.
શ્રી ગણધરદેવો પણ પ્રભુ પાસેથી અર્થ પામીને જ દ્વાદશાંગી રચે છે અને તે તારકો વાચના આપતાં પણ પ્રથમ મૂળ, પછી નિયુક્તિ અને તે પછી સઘળું આપે છે, કારણ કે, વાચનાનો ક્રમ એ છે. એટલે જેમ મૂળ પ્રભુના કથનને અનુસરતું છે, તેમ બાકીનાં ચાર પણ પ્રભુના કથનને અનુસરતાં જ છે અને તે સિવાયનાં પણ એ પંચાંગીથી અવિરુદ્ધ હોય તે સઘળાં જ શાસ્ત્રો પ્રમાણરૂપ છે; કારણ કે, એમાં કોઈના ઘરનું કશું જ નથી.