SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 74. કરવો હોય તો, તમારે સાબિત કરવું જોઈએ કે-તેઓ ત્યાગી પુરુષોની માફક જગતનું ભલું જ કરનારા છે, કેવળ નિઃસ્વાર્થી જ છે, તદ્દન પરમાર્થી જ છે, અને પેટ ભરવાની પરવા વિનાના છે. કર્મનો ઉદય, કર્મની થીયરી માનતા હો તો સંયમ માટે પણ એ માનવું પડશે. શુભોદય હતો તો મુનિ મળ્યા : વધારે શુભોદયે મુનિનો સંસર્ગ રૂ, પુણ્યવાન હતો માટે સંયમના પરિણામ થયા. વધારે પુણ્યવાન હતો માટે સંયમની પ્રવૃત્તિ કરી અને સંસાર છોડ્યો. એવા પુણ્યશાળી આત્મા માટે આડખીલી કેમ થાય ? વસ્તુ સમજાઈ જાય તો પુણ્યશાળી આત્માઓના પુણ્યકાર્યમાં આડખીલી કરવાની ભાવના થાય જ નહિ. સાચા નિઃસ્પૃહી તો જૈન મુનિવરોઃ આજના તો કેટલાકો કહે છે કે-“પગભર થાઓ, પગ પર ઊભા રહો !” તેઓને પૂછો કે, મોટરમાં ફરનારો પગભર કે પગે ચાલનારા મુનિવરો પગભર? પગભર તો દુનિયામાં માત્ર જૈન મુનિવરો છે, કે જેઓને દુનિયાની કશી જ પરવા નથી. રેલ, મકાન, મોટર, દેશ, ગામ, નંગર, ઘર, કુટુંબ કશાની જેને પરવા નહિ. એ જ પગભર ! ચાલે પણ પગે : માથાના વાળ પણ હાથે ખેંચે. જેને હજામ કે ધોબી કંઈ ન જોઈએ. મોટરમાં બેસી ઘૂમનારા એ પગભર અને પગે ચાલી પરમાર્થ માટે વિશ્વમાં વિહરનારા, એ ભારરૂપ એમ ? ઇતરને પણ ભંભેરનારા આ આપણા નામચીન છે, નહિ તો ઇતર તો જૈન મુનિને દેખી હર્ષઘેલા બને ! ઇતર તો પરિચયમાં આવે તો તમારાથી ત્રણગુણા નમે. જૈન કુલમાં જન્મેલા છતાં, તેઓને સાચા નિઃસ્પૃહ મુનિવરોની કિંમત નથી, એનું કારણ તુચ્છ સ્વાર્થવાસના જન્મી તે સ્વાર્થમાંથી જન્મેલા પાપના યોગે જ પરમપવિત્ર અને સંસારતારક સાધુસંસ્થા ખટકે છે. દુનિયામાં અનેક આત્માઓ જન્મે, અનેક જાતિનાં માણસો હોય, અનેક ડીગ્રીધર બને, એ રીતે થોડા આત્મા જૈન મુનિ બને, એ ડીગ્રીને ધારણ કરે, ત્યાં હાનિ શી ? જેને વધારવાની ઇચ્છા રાખો, તેને જોઈને વધારો. કોણ વધે તો લાભ ? દુનિયાનો ઇતિહાસ વાંચો. હૈયાં ખોલીને વાંચો ! કોણ વધે તો જગત ઉપર ઉપકાર થાય ? બધા તિજોરીવાળા થાય એ ઉદય ? એક તિજોરી ભરાય ક્યારે ? એક સોલિસિટર જીવે ક્યારે ? આ બધું વિચાર્યું ? જેને વધારવા ઇચ્છો, તે કોના ઉપર જીવે છે તે જુઓ. જૈન સાધુઓ કેવળ માધુકરી પર જીવે છે. આગ્રહ એનો પણ નથી. જ્યાં જાય ત્યાં ધર્મલાભ દે; ઘો એમ કહે છે? નહિ; પોતે “ધર્મલાભ દે, સામો આપે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy