________________
.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
1
N
તેની આજ્ઞા ન માને, એ કેમ નભે ? આથી સ્પષ્ટ જ છે કે “સમ્યગ્દષ્ટિ આત્મા શક્ય કરણીમાં પ્રમાદ ન કરે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અખંડ રંગી હોય.” આ બધી વસ્તુઓને સ્પષ્ટ કરવાના ઇરાદાથી જ, ગઈકાલે આપણે શ્રી સંઘના સ્વરૂપનો પ્રશ્ન છેડ્યો છે; કારણ કે આજે શ્રીસંઘના નામે અનેક અનર્થકારી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને પોષાઈ રહી છે."
આ વાત ખાસ યાદ રાખી લેવા જેવી છે કે, “શ્રી જિનેશ્વરદેવની પૂજાને કરનારા પણ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની અવગણના કરવાની પ્રવૃત્તિ કરે, તો તેઓ શ્રીસંઘમાં રહી શકતા નથી.” સંઘ કહેવરાવવાનું બધાને ગમે; “પચીસમા તીર્થકર અમેએમ કહેતાં બધા આવે; જાણે પોતે પચીસમા તીર્થંકર જ ન હોય ! યથેચ્છ પ્રલાપ કરનારાઓ અને ઉચ્છંખલ વર્તન કરનારાઓ પણ પોતાની જાતને “શ્રીસંઘ” તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરે તો એ બધું સુજ્ઞ સમાજ પાસે કેમ જ ચાલી શકે ? શાસ્ત્રાનુસારી વર્તન હોય ત્યાં સંઘત્વ; જ્યાં ઇરાદાપૂર્વક ન હોય ત્યાં “સંઘત્વ નથી' એમ જાહેર કરવામાં હરકત નથી. પોતાને સંઘ તરીકે ઓળખાવનારા જો ઇરાદાપૂર્વક સમજવાની પણ દરકાર કર્યા વિના પ્રભુમાર્ગથી વિરુદ્ધ વર્તાવ કરતા હોય, તો તેઓ સંઘ તરીકે રહી શકતા નથી.' એમ જાહેર કરવું, એ તો શ્રી જિનશાસનનો. સનાતન કાયદો છે.
સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી નંદીસૂત્રની મંગલાચરણની ગાથાઓ દ્વારા શ્રીસંઘનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે મારે તમને સંભળાવવું છે. તે સૂત્ર ઉપર આચાર્યદેવ શ્રી મલયગિંરિજી મહારાજે ટીકા રચી છે. તેઓશ્રી ફરમાવે છે કે-શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘ પૂજ્ય છે. શ્રી તીર્થંકરદેવથી તીર્થ સ્થપાય અને શ્રીસંઘથી તે ટકે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ બધાનો સમાવેશ શ્રીસંઘમાં છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ જેમ ચાર પ્રકારના શ્રીસંઘને તીર્થરૂપ કહ્યો, તેમ પ્રથમ ગણધરદેવને પણ તીર્થરૂપ કહ્યા છે.* તિર્થ भंते ! तित्थं, तित्थयरे तित्थं ? गोयमा ! अरिहा ताव नियमा तित्थंकरे तित्थं पुण વીડવ્ય સમસંવે પઢમાદરે વા !' પ્રથમ ગણધરદેવ, એ સંઘના શાસનના આગેવાન છે. શ્રી ગણધરદેવની રચેલી દ્વાદશાંગીને અનુસરે એ સમસ્ત સંઘ. પ્રભુ તીર્થ સ્થાપે એને સાચવવાનું કામ શ્રીસંઘનું છે, માટે જ તીર્થંકર પછી શ્રીસંઘનો નંબર પહેલો આવે છે. ઘણી ત્રુટી પડવા છતાં પણ, એ મર્યાદા હજુ અમુક અંશે સચવાઈ છે કે હજારો શ્રાવકનો સમુદાય ભેળો થયો હોય, એ પણ નાનામાં નાના સાધુને નમે પણ પોતાને હાથ જોડવાનું સાધુને ન કહે. આ + જુઓ ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશો ૮ સૂત્ર-૧૪