________________
281
૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? – 24
૨૮૧
નમતો કેમ આવ્યો ? અને જોનારો ત્રીજો માણસ પણ માને કે, આનો ભાગ-બાગ હશે ? ગુરુતા યોગ્યની હોય, અયોગ્યની ગુરુતા ન જોઈએ ! આજે જે બળ છે, એનો ઉપયોગ ઊંધે માર્ગે થઈ રહ્યો છે. એમના નાયક બનનારા એક દિવસ પસ્તાવાના છે. કાં તો એના જેવા થવાના, અગર તો પસ્તાવાના ! કાં તો ભેગા ભળવાના, નહિ તો ત્રિશંકુ બનવાના ! અહીંથી તો ગયા અને ત્યાંથી એ જવાના ! સુધારાઓ કરી શકાય કે કેમ ?
――――
અનાદિકાળથી સુધારાને સ્થાન છે અને સુધારાને અવકાશ સદા રહેવાનો ! પણ આ લોકો સુધારક જ નથી. આ લોકો સુધારાના નામે જે વાત કરી રહ્યા છે, તે સુધારકના નામને છાજતી નથી. વસ્તુ માત્રમાં સુધારાને અવકાશ છે. ધર્મ, એ આત્માને સુધારવા માટે જ છે. આત્માની સુધારણામાં આખી દુનિયાનો સુધારો છે. આત્માની સુધારણાનો કાર્યક્રમ ઘડ્યો કોણે ? અનંત જ્ઞાનીઓએ અને એ આગમમાં ગુંથાયેલો જ છે.
સભા એક વાત બીજે જાય, તો પણ ફેરફાર થાય, તો શાસ્ત્રમાં ફેરફાર કેમ નહિ ?
વાતો કરનારા તો મરચું-મીઠું ભભરાવનારા હોય છે. એ થોડું સાંભળે ને વધારે ઉમેરે. ગંભીર પેટાવાળા તો લાખ હોય, તો યે વાત એક જ રહે. અગિયારે ગણધ૨દેવોએ દ્વાદશાંગી એકી સાથે રચી, પણ વાત એક જ ! એમાં ભેદ નહિ. ‘સો ડાહ્યાનો એક મત ને સો ગાંડાના એક સો એક મત' એ કહેવત છે.
સભા એક મત વધ્યો ક્યાંથી ?
વધે જ, કારણ કે, પ્રમુખના બે મત, તાત્પર્ય એ કે, ત્યાં ઊલટો એક મત વધે, ડખો થાય. એવા લોકો પૂરી વાત સાંભળતા જ નથી. બધા પોતાને ડાહ્યા માને છે. બધા જ વક્તા, શ્રોતા કોઈ જ નહિ ! દરેકને બોલવાનું મન થાય ! ‘હું રહી ગયો !' એમ એ બધાને થાય છે. શું બોલવું કે શા માટે બોલવું, એનું પણ તેમને ભાન નથી હોતું.
બોલનારને કોઈ કહે કે, ‘બોલવા તો આવ્યા, પણ ધર્મ વિરુદ્ધ ન બોલાય એની કાળજી રાખજો !' એનો ઉત્તર અપાય છે કે, ‘સ્વતંત્રતા વેચીએ ?’ આવો ઉત્તર વક્તાનો હોય ? ‘કલાકોના કલાકો બોલું તો પણ ધર્મ વિરુદ્ધ ન જ આવે’ તે વક્તા એવું કેમ કહેતો નથી ? કારણ કે, એમ બોલવું નથી. હવા ફરે તેમ બોલવું છે. જાત કે તત્ત્વ જોવું નથી, પણ હવા જોવી છે ! ત્યાં થાય શું ? ધર્મ બતાવવા આવેલાને ‘ધર્મ વિરુદ્ધ ન બોલાય' એવું કહેવું પડે, જબાન ઉપર કાબૂ મૂકવાનું કહેવું પડે, એ સ્થિતિ કઈ ? છતાં એ ન માને એનો અર્થ શો ? એ તો