________________
407
૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32
કરી તો આજે પુસ્તક વાંચતા થયા. નાનીશી ભાષાનું જ્ઞાન મેળવવા પણ ઘૂંટવું અને ગોખવું પડે છે, પણ ‘ક’ને કાનો ‘કા’ કેમ ? એ પ્રશ્ન જ ન થાય. શાશ્વત કાળથી એ નિયમ છે, એવું ન માને એ રખડે. પાસે કાનાને બદલે ઉ૫૨ કાનો કરે તો ‘કે’ થાય; કાળીદાસને બદલે કેળીદાસ થાય તો એ નામની ચિઠ્ઠીના પૈસા ન મળે. પોતે ભલે કાળીદાસ વાંચે, પણ દુનિયા ઓછી જ એમ વાંચે ?
૦૨૮
જ્ઞાનીના વચનમાં ન સમજાવાથી શંકા થાય, તો પૂછવા ઇચ્છનારને પૂછવાની તથા ઉત્તરદાતાએ ઉત્તર આપવાની છૂટ છે, પણ ‘એ બને જ કેમ ?’ એમ કહે તો એ શંકા ! મોહના યોગે છદ્મસ્થ આત્માઓને ઘણી વસ્તુ ન સમજાય એ નક્કી છે. અમુક વસ્તુઓ માટે તો વિશ્વાસ રાખ્યા વિના છૂટકો જ નથી; આથી જ સમ્યક્ત્વનું પહેલું દૂષણ શંકા કહી. એનાથી બચવા માટે ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ તો ઘણા જ હૃદયંગમ શબ્દોમાં ફરમાવ્યું કે, બધેય યુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો !
“સમકિત દૂષણ પરિહરો,
તેમાં પહેલી છે શંકા રે; તે જિન વચનમાં મત કરો, જેને સમ નૃપ શંકા રે. ૧”
‘રાજા તથા રંક જે તારકની દૃષ્ટિમાં સમાન છે, જે તારકમાં મારાપણાની કે પારકાપણાની બુદ્ધિ નથી, તેવા પરમ તારક ૫રમાત્માના વચનમાં શંકા કરવાનું કાંઈ જ કારણ નથી. ‘પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ' - એ આ શાસનમાં કાયદો છે. જે પુરુષ યોગ્ય છે, તેનું વચન માનવાને હરકત પણ શી ? ‘શાહ’ એ શબ્દથી લાખોના વ્યાપાર ચાલે છે. મોટા વ્યવહાર ચાલે છે. શાહુકારની વાણીમાં પૈસા છે. બીજો ભેગા કરવા માંગે તોયે ન થાય, પણ શાહુકાર તો ક્ષણમાં ધાર્યા ભેગા કરે; એને લોકો આપવા જાય, કેમ કે, એના ઉપર વિશ્વાસ છે. આજના શાહ તરીકે ઓળખાતાઓની આ વાત નથી. આથી અનંતજ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ રાખ્યે જ છૂટકો; અન્યથા અજ્ઞાનીને શંકા ન થાય એ ન જ બને.
જગતમાં એવા ઘણા પદાર્થો છે, કે જે કેવળ આગમગમ્ય હોય છે. યુક્તિગમ્ય પદાર્થો પણ ઘણા છે, પણ કેટલાક પદાર્થો એવા છે કે જેમાં યુક્તિ ન ચાલે. એક રતિભારની ગોળીમાં ક્રોડો વસ્તુઓ જેમ રહી શકે છે તેમ અનંતા આત્મા આ એક શરીરમાં અને તે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા