________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ન ચાલે ! શ્રી સંઘ એ પૂજ્ય કોટિની વસ્તુ છે, એમાં બે મત નથી. સત્યની સામે બળવો લઈ જનાર જીતે નહિ જ અને કદી જીત દેખાય તો પણ પરિણામે તો નાશ જ છે. ખોટા રાહથી કદી લાભ થાય, તો પણ તે લાભ એવો કે-ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બધું લઈ જાય તેવો ! કહેવાય છે કે-અનીતિથી શ્રીમંત બનવા કરતાં નિર્ધન રહેવું સારું. કદી અનીતિથી મળેલી શ્રીમંતાઈ આ ભવમાં રહી જાય, તો ભવાંતરમાં પણ દારિદ્રચ લાવે.
૧૮
લક્ષ્મી જેવી ચીજ અનીતિથી ન લેવાય, તો પછી અનીતિથી શ્રી સંઘચંદ કેમ લેવાય ? અનીતિથી આવેલી થોડી પણ ચીજ ભયંકર હાનિ કરી જાય છે, તો અનીતિથી પકડી લીધેલું સંઘપદ શું ન કરે ? શાહ લખાવવું અને વર્તાવ જુદો રાખવો, એ કેમ ચાલે ? લોક તો શેઠ સમજીને આવે, લાખ્ખો ધીરે અને એ જ શેઠ શાખ ડુબાડે ત્યાં હાલત શી ? જે શ્રીસંઘને જગત પૂજે ત્યાંથી જ જો દવ લાગે તો શું થાય ? માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાયદો છે કે-પી ગુણવિશિષ્ટને જ દેવાય. ગુણ સાથે આચારની મુખ્યતા છે.
કેવળ આચારહીન સમ્યગ્દષ્ટિ પણ .માન્ય નથી. મહાવ્રતોનું પાલન, ભિક્ષાથી જ આજીવિકા, સદૈવ સામાયિકમાં જ સ્થિરતા અને જે આવે તેને ધર્મની જ દેશના દેવી. એ જેમ મુનિની ચર્ચા છે, તેમ ત્રિકાળ શ્રી જિનપૂજન સમ્યકૃત્વમૂળ બાર વ્રત,-છેવટ એક વ્રત પણ ધારણ કરે-ઉભય કાળ આવશ્યક, શક્તિ મુજબ દાન, સાધર્મિકની ભક્તિ વિગેરે કરવું એ શ્રાવકની ચર્યા છે; અને સમ્યગ્દષ્ટિ પણ શ્રી જિનપૂજન કરે, જિનવાણી સાંભળે અને દરેક પ્રસંગે દેવગુરુની ભક્તિમાં પાછો ન પડે. ભૂમિકાની યોગ્યતા મુજબ ક્રિયા જોઈએ. સર્વવિરતિને વધારે ક્રિયા, દેશવિરતિને ઓછી અને સમ્યગ્દષ્ટિને એથી ઓછી, પણ ક્રિયા તો ખરી જ ! આજ જો કેટલાક કહે છે કે-‘અમારે જિનપૂજાનું કામ નથી અને આગમની પણ જરૂર નથી; અમે સ્વયં જ આગમ રૂપ છીએ.’ અને આટલા માટે તો એમને વસ્તુના અર્થ ફે૨વવા પડે છે. કહે છે કે-‘અમે આત્માને જાણીએ એટલે બસ !' પણ વસ્તુના અવબોધ વિના જો આત્મા ઓળખાતો હોત, તો આ બધી મહેનતનું કામ શું ? સમ્યગ્દષ્ટ કોરી માન્યતાવાળો ન હોય; ફળ વગરના શુષ્ક જ્ઞાનવાળો ન હોય. યથેચ્છ વર્તન ચાલુ રાખવું, શુષ્ક અને જ્ઞાની કહેવરાવવું,એ કેમ પાલવે ? શાસ્ત્ર એવા શુષ્ક જ્ઞાનથી નવ ગજ દૂર
૧. તુલના : - મહાવ્રતધરા થીરા, મેક્ષમાત્રોપનીવિનઃ ।
सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ।। ८ ।।
18
-
શ્રી યોગશાસ્ત્ર, પ્રકાશ-૨