________________
૫૬૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
52 . xxxઅને અવ્યવસ્થિત જમણવારો છે, એથી ધર્મની પ્રભાવના થાય છે. કે સ્વામીભાઈની સેવા થાય છે, એમ માનવું ભૂલભરેલું છે.”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, “સાંજ વર્તમાન', તા. ૧૮-૧૧-૨૯ પત્રિકા નં. ૧૯.
| શિક્ષણ અને સમાજ “શિક્ષણની સામે કોણ ? શાથી ?” આધુનિક કેળવણીનો વિરોધ કોણ કરે છે ? શાથી?
“નારી નરકની ખાણ છે,” એ વૃત્તિ તો હવે લગભગ નાબૂદ થઈ ગઈ છે, અને એવું માનનારા મોટે ભાગે સ્પષ્ટ શબ્દોમાં કહેવાની જરૂરિયાત જોતા નથી. અત્યારે તો કોઈપણ સંસ્કારિત માનસ, આ શબ્દો સ્વપ્ન પણ સ્વીકારશે નહિ.”.
“જે કોમ પંદરસો સાધુ-સાધ્વીઓને પોષે છે, તે કોમેની અંદર પુરુષો તે લગભગ અઅર્ધ અભણ અને નિરક્ષર છે. x x x જે કોમમાં સિત્તેર ટકા તદ્દન નિરક્ષર અને અભણ રહેતા હોય, તેને માટે કેળવણી, કેળવણી અને કેળવણી એ એક જ ધર્મ છે. એ એક જ તીર્થ છે, એ એક જ ઉત્સવ છે.
બધું દ્રવ્ય કેળવણીની પાછળ ખરચવું જોઈએ. XX સમાજનો સાધુવર્ગ પણ જવાબદાર છે.
કેળવણીના યજ્ઞમાં સાધુઓ પણ ફાળો આપી શકે છે, xxx તેમ આપણા સાધુવર્ગને શિક્ષણના કાર્ય માટે તૈયાર કરવાની જરૂર છે. તેમની મદદથી સેંકડો નવી શાળા ચલાવી શકીએ. xxx વિદ્યાપીઠો ચલાવવા માટે આધુનિક કેળવણીકારને જોઈતી યોગ્ય તાલીમ મેળવી લેવી જોઈએ.
જૈન સાધુ-સાધ્વીઓની ફરજ x x x “જૈને દૃષ્ટિએ નવા શાસ્ત્રનાં સર્જન કરવા પડશે. અમારાથી રાષ્ટ્રીય પ્રશ્નોનો અભ્યાસ ન થઈ શકે, સામાજિક સમસ્યા અમારાથી ન ઉકેલાય, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાનશાસ્ત્રમાં અમારો હિસ્સો કંઈ નહિ જ સંભવે, રાજકીય કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં અમારો ચંચૂપ્રવેશ શક્ય નથી, એમ કહેવું એ સારીયે સાધુ સંસ્થાના નાશને આમંત્રણ કરવા જેવું છે. xxx સંકુચિત ક્ષેત્ર