________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
આ પછી મોટા સમારોહ સાથે હજારોની મેદની વચ્ચે દીક્ષા અપાણી. પોતાના ગુરુ સાથે આવેલા બાળકની પરીક્ષા કરી, એ ઉપરથી અમુક સામાન્ય પ્રશ્નો દ્વારા આ દીક્ષા ઇચ્છા મુજબની છે એમ જાણી, કલેક્ટરે પણ એવા આશયનો શેરો માર્યો કે, ‘આવા કાર્યમાં સ૨કા૨ને આડે આવવાનું હોય જ નહિ !' કોઈ જ ન ફાવ્યું ત્યારે સારી સ્થિતિનાં અને સુખી મા-બાપ ઉપર પણ ખોટો આરોપ મૂક્યો ! કહો, આવા પામર આત્માઓનું શું થાય ?
૫૪૪
544
આ બધું હું એટલા જ માટે કહું છું કે, બીજાઓ કે જેઓ આજે ધર્મના વિરોધી બન્યા છે, તેઓ દીક્ષા જેવા પવિત્ર કાર્યમાં પણ કેવી જાતનો વિરોધ કરે છે, એ તમારા ધ્યાનમાં આવે અને એથી તમને એ પણ સમજાય કે, કેટલીક દીક્ષાઓ એવી હોય કે જે દીક્ષાઓ એવાઓથી છૂપી પણ કરવી જ પડે અને એમાં જેમ શાસ્ત્રની સંમતિ છે; તેમ શિષ્ય સમાજની પણ સંમતિ જ હોય.
[પ્રથમ ભાગ સમાપ્ત]