________________
૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40
નહોતો. પાછળથી એમને વૈરાગ્ય થયો. એમની સ્ત્રીને, એમના પુણ્યવાન બાળકને વૈરાગ્ય થયો, બે-ત્રણ દિવસ ઉપર પોતાના બાળકને એમણે દીક્ષા અપાવી, ત્યારે ‘તારો જાય તો !' કહેનારા એના એ જ કહેવા લાગ્યા, ‘ડોબો ! તે દીકરો આપ્યો !' કહો કે, આવાઓને કેમ પહોંચાય ? બાપ કહે છે કે, ‘પણ હવે તો તમારા કહેવા મુજબ આપ્યોને ?' ત્યારે કહે છે કે, ‘પાટણમાં કેમ ન આપી ?' એવાઓને એમ જ કહેવું પડે કે, ‘તમને ખબર ! પૂછોને તમારા અંતરને ? ત્યાં તો એવી દશા છે કે, ઘરનાં તમામ રાજી હોય તો પણ વિરોધી વિરાટ સ્વરૂપે ધસી આવે !’
543
૫૪૩
અમદાવાદના ચોગાનમાં એક જાહે૨ દીક્ષા થઈ હતી. એક પાંત્રીસ વર્ષની ઉંમરના પુણ્યશાળીને અને એક બાર વર્ષના પુણ્યાત્માને. બાળકની માતાએ પોતાની પોળમાં મહોત્સવ માંડ્યો હતો. આગલે દિવસે એ પુણ્યવાન આત્માઓની પ્રશંસાનાં સ્ટેજ ઉપર ભાષણ પણ થયાં; પણ એટલામાં ચાર જણ ઊભા થયા કે, બસ બાળકને નહિ અપાય ! ત્યાં તો બાળકનાં સગાંઓએ કહ્યું કે, ‘બેસી જાઓ ! દીકરો અમારો છે, ભાડૂતી રખડતા છો કોણ ?' વરઘોડામાં તો કરે જ શું ? દીક્ષામંડપમાં પણ દશ હજાર માણસ એટલે એમાં પણ ઘૂસે શી રીતે ? હેન્ડબીલ છપાવીને કોટ ઉપર ચઢ્યા અને રજોહરણ આપતી વખતે . ઉપરથી નાંખ્યા !’ ‘અન્યાય, અન્યાય’નાં હેન્ડબીલ ફેંકાયાં ! ધર્મી વર્ગ જ ત્યાં હાજર હતો એટલે એ કચરાને દૂર ફેંકી દીધો ! એ રીતે બિચારા પોતાના જ કપાળમાં નિષ્કારણ કાળા ચાંલ્લા કરીને ચાલ્યા ગયા !
બીજા એક તેર વર્ષના પુણ્યાત્માને પણ ઠાઠમાઠથી દીક્ષા અપાણી. મા-બાપે આઠ દિવસનો મહોત્સવ કરી ઠાઠથી વરઘોડો કાઢ્યો હતો, પણ એમાંય કેટલાક લોકોએ એક તુક્કો ઊભો કરી મામલો રાજ્ય દરબારે પહોંચાડ્યો. પરિણામે દીકરા સાથે મા-બાપને ફોજદાર પાસે બોલાવવાથી જવું પડ્યું. પહેલાં તો દમદાટી આપી, પણ મા-બાપે કહી દીધું કે, દીકરો અમારો છે અને અમે આપીએ છીએ.’ છોકરાને પૂછ્યું કે, ‘ તને વૈરાગ્ય કેમ થયો ?’ છોકરે કહ્યું, ‘હું પુણ્યવાન માટે !' સરલ હૃદયથી ફોજદારે પૂછ્યું, ‘મને કેમ નથી થતો ?’ છોકરે કહ્યું કે, ‘તમે તેટલા પુણ્યશાળી નહિ હો !' આ સાંભળી ફોજદારી ખુશ થયા, તરત પાછા મોકલ્યા અને કહ્યું કે, ‘તમારું કામ ખુશીથી ફતેહ કરો, માત્ર કાલે બપોરના આ બાળક તેમના ગુરુ સાથે કલેક્ટરની ઑફિસમાં હાજ૨ થાય તેમ કરજો.’